વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષ વગર જ તૈયાર કરી નાખ્યું ભ્રૂણ!, વિગતો જાણીને ચક્કર ખાઈ જશો

બાળક જ્યારે જન્મે તે પહેલા માતાની કોખમાં તે ભ્રૂણ અવસ્થામાં હોય છે. સ્ત્રીના અંડાણુ અને પુરુષના શુક્રાણુ પરસ્પર મળે એટલે કે ફર્ટિલાઈઝેશન થયાના થોડા દિવસ બાદ તે બ્લાસ્ટોસિસ્ટ કે બ્લાસ્ટોઈડ બને છે. આ બ્લાસ્ટોસિસ્ટ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને થોડા દિવસ બાદ ભ્રૂણ બને છે. 

Updated By: Apr 4, 2021, 12:36 PM IST
વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષ વગર જ તૈયાર કરી નાખ્યું ભ્રૂણ!, વિગતો જાણીને ચક્કર ખાઈ જશો
સાંકેતિક તસવીર

નવી દિલ્હી: બાળક જ્યારે જન્મે તે પહેલા માતાની કોખમાં તે ભ્રૂણ અવસ્થામાં હોય છે. સ્ત્રીના અંડાણુ અને પુરુષના શુક્રાણુ પરસ્પર મળે એટલે કે ફર્ટિલાઈઝેશન થયાના થોડા દિવસ બાદ તે બ્લાસ્ટોસિસ્ટ કે બ્લાસ્ટોઈડ બને છે. આ બ્લાસ્ટોસિસ્ટ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય છે અને થોડા દિવસ બાદ ભ્રૂણ બને છે. 

દૈનિક ભાસ્કરના રિપોર્ટ મુજબ તાજેતરમાં અમેરિકી અને ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોના બે સમૂહોએ સ્ત્રીના અંડાણુ અને પુરુષના શુક્રાણુ વગર જ માનવ ભ્રૂણની શરૂઆતની સંરચના એટલે કે બ્લાસ્ટોસિસ્ટ બનાવી દીધી. તે પણ ગર્ભાશયમાં નહીં પરંતુ પોતાની લેબોરેટરીની પેટ્રી ડિશમાં. આ પેટ્રી ડિશ કાંચની  એક નાનકડી  પ્લેટ હોય છે જેમાં વૈજ્ઞાનિકો પોતાના પ્રયોગ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો વૈજ્ઞાનિકોએ સ્ત્રી અને પુરુષ વગર જ ભ્રૂણ તૈયાર કરી નાખ્યું. 

પેટ્રીલ ડિશમાં રહેલા આ બ્લાસ્ટોસિસ્ટે બરાબર એવો જ વર્તાવ કર્યો જેવો તે ગર્ભાશયની દિવાલ પર ચોંટીને કરે છે. અસલ બ્લાસ્ટોસિસ્ટની જેમ જયારે તેને ચાર પાંચ દિવસ સુધી વધવા દેવાયું તો તેમાં પણ ભ્રૂણની જેમ જ પ્લેસેન્ટા અને પ્રી એમ્નિયોટિક કેવિટી બનવાની શરૂઆત થઈ ગઈ. પ્લેસેન્ટા એટલે એવી નળી જેનાથી ભ્રૂણને માતાના લોહીથી પોષણ અને ઓક્સિજન ગળાઈને મળતો રહે છે. સામાન્ય ભાષામાં તેને નાળ પણ કહે છે. જ્યારે એમ્નિયોટિક  કેવિટી એ જગ્યા છે જ્યાં ભ્રૂણ ઉછરે છે. 

વૈજ્ઞાનિક તેનાથી આગળ પણ વધી શકે તેમ હતા પરંતુ ઈન્ટરનેશનલ સોસાઈટી ફોર સ્ટેમ સેલ રિસર્ચ (ISSCR) ની ગાઈડલાઈન મુજબ કોઈ પણ માનવ ભ્રૂણ પર લેબોરેટરીમાં ફર્ટિલાઈઝેશનના 14 દિવસ સુધી જ પ્રયોગ થઈ શકે છે. આ નિયમ મુજબ વૈજ્ઞાનિકોએ 5 દિવસ બાદ રિસર્ચ રોક્યું. 

વૈજ્ઞાનિકોના પહેલા સમૂહે વયસ્ક વ્યક્તિની ત્વચાની કોશિકાઓને જેનેટિક પ્રોગ્રામિંગ દ્વારા માનવ બ્લાસ્ટોસિસ્ટ જેવી બનાવી દીધી. જ્યારે બીજા સમૂહે વયસ્ક વ્યક્તિની ત્વચાની કોશિકાઓ અને ભ્રૂણથી લીધેલા સ્ટેમ સેલ દ્વારા આ પ્રયોગ કર્યો. આ સ્ટેમ સેલને ખાસ રસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બ્લાસ્ટોસિસ્ટ જેવો ગોળ આકાર અપાયો. રિસર્ચર્સે સંરચનાઓને આઈ બ્લેસ્ટોઈડ્સ અને હ્યુમન બ્લાસ્ટોઈડ્સ નામ આપેલા છે. 

જો કે માનવ ભ્રૂણને લઈને હાલના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કાયદા એવા છે જેમાં અનેક કાયદાકીય અને નૈતિક અડચણો છે. ISSCR મુજબ IVF દ્વારા બાળક મેળવવાની કોશિશ કરનારા માટે ભ્રૂણ વિક્સિત કરવાનું કામ ઈંડા અને સ્પર્મના ફર્ટિલાઈઝેશન કરવા માટે ફક્ત 14 દિવસનો જ સમય આપી શકાય છે. આ સમયમર્યાદા બાદ તેને કલ્ચર કરવા પર રોક છે. એટલે કે ફર્ટિલાઈઝેશનના 14 દિવસ માટે વૈજ્ઞાનિકો આ પ્રકારે પ્રયોગ કરી શકે છે. બીજી બાજુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 14 દિવસવાળા નિયમમાં તે ભ્રૂણની વાત નથી જે ફર્ટિલાઈઝેશન વગર તૈયાર કરાયા છે. આમ છતાં રિસર્ચર્સે નિયમોની મર્યાદામાં રહીને ફક્ત પાંચ દિવસ સુધી જ બ્લાસ્ટોઈડને કલ્ચર કર્યા. 

ઓસ્ટ્રેલિયન વૈજ્ઞનિકોનું નેતૃત્વ મોનાશ યુનિવર્સિટીના બાયોમેડિસિન ડિસ્કવરી ઈન્સ્ટિટ્યૂટ અને ઓસ્ટ્રેલિયન રિજનરેટિવ મેડિસિન ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર મોનાશે કર્યું. આ બાજુ અમેરિકી વૈજ્ઞાનિકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના પ્રોફેસર લાઈકિયન યુકે સાથે કામ કર્યું. 

ઝૂમ મીટિંગમાં કોરોના પર ગંભીર ચર્ચા ચાલુ હતી, ત્યાં જ અધિકારીની પત્ની કપડાં વગર દેખાઈ, video વાયરલ

Corona Update: ખતરનાક બની રહી છે કોરોનાની બીજી લહેર, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube