લંડનઃ દુનિયાને ચિંતામાં મુકનાર કોરોનાના ઓમિક્રોન (Omicron) વેરિએન્ટને લઈને બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ખુબ મોટો દાવો કર્યો છે. હકીકતમાં તેમણે કહ્યું કે, તેની દવા સોટ્રોવિમૈબ (Sotrovimab) ઓમિક્રોનના દરેક મ્યૂટેશન વિરુદ્ધ અસરકારક અને ઉપયોગી સાબિત થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોઈન્ટ વેન્ચરથી બની દવા
બ્રિટનના આ વૈજ્ઞાનિકે જણાવ્યું કે, તેમણે આ ખાસ દવાને ગ્લૈક્સોસ્મિથક્લાઇન (GSK) એ યૂએસ પાર્ટનર વીર (VIR) બાયોટેક્નોલોજીની સાથે મળીને વિકસિત કરી છે. હવે આ મેડિસિનને ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક માનવામાં આવી રહી છે. 


દુનિયા માટે રાહતના સમાચાર
કોવિડ-19 એન્ટીબોડી-બેસ્ડ આ થેરેપીને વિકસિત કરનારી કંપની જીએસકેએ જણાવ્યું કે સોટ્રોવિમૈબના પ્રીક્લિનિકલ ડેટાને વિશ્વભર માટે ચિંતાનું કારણ બનેલ કોરોનાના ઓમિક્રોન સહિત ઘણા અન્ય વેરિએન્ટ વિરુદ્ધ ખુબ અસરકારક જોવા મળી છે.


આ પણ વાંચોઃ હવે બજારમાં આવી ગયું આત્મહત્યા કરવાનું મશીન, માત્ર એક મિનિટમાં શાંતિપૂર્ણ રીતે થઈ જશે મોત  


તેના પરિણામોની પુષ્ટિ કરવા માટે સોટ્રોવિમૈબ થેરેપીને લઈને આગળના પરીક્ષણ કરવામાં આવી રહ્યાં છે, હાલ શરૂઆતી તબક્કામાં તેને દુનિયા માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે. 


ઓમિક્રોન પર અસરકારક
કંપનીએ દાવો કર્યો છે કે ઓમિક્રોનના જે 37 મ્યૂટેશન છે, તેની વિરુદ્ધ દવા સોટ્રોવિમૈબે અસરકારક કામ કર્યું છે. પાછલા સપ્તાહે પણ પ્રી ક્લિનિકલ ટેસ્ટ બાદ કહેવામાં આવ્યું હતું કે સોટ્રોવિમૈબ દવા ઓમિક્રોન વિરુદ્ધ કામ કરે છે. કંપનીએ તે વાત પર ભાર આપ્યો છે કે આ દવા દરેક વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક કામ કરે છે, જેનો ઉલ્લેખ WHO એ પણ કર્યો છે. 


આ પણ વાંચોઃ Hot & Sexy દેખાવવાના ચક્કરમાં મોડલે તેનું જીવન લગાવ્યું દાવ પર, હવે કંઈક થયું એવું કે...


ઘટાડી શકાશે મૃત્યુદર
Reuters માં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે કંપની તરફથી જાહેર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સોટ્રોવિમૈબના માધ્યમથી કોરોનાથી સંક્રમિત મધ્યથી લઈને ઉચ્ચ સ્તરના સંક્રમિતોને હોસ્પિટલમાં દાખલ કે મૃત્યુના જોખમને 80 ટકા સુધી ઘટાડી શકાય છે.


અભ્યાસમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે સાર્સ-સીઓવી-2ના ઓમિક્રોન સહિત તમામ વેરિએન્ટ વિરુદ્ધ આ એન્ટીબોડી ડ્રગ અસરકારક સાબિત થયું છે. હાલ તેના અભ્યાસની સમીક્ષા થવાની બાકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube