બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુઆંક 12 પર પહોંચ્યો, ક્રિસમસ પર લાગી શકે છે લૉકડાઉન
બ્રિટનના નાયબ પ્રધાનમંત્રી ડોમિનિક રોબે સોમવારે કહ્યુ કે, બ્રિટનમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી 12 લોકોના મોત થયા છે. તેમણે ક્રિસમસ પહેલા દેશમાં લૉકડાઉન લગાવવાની સંભાવનાને નકારી શકાય નહીં.
લંડનઃ બ્રિટનમાં ઓમિક્રોનથી અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચુક્યા છે. આ વચ્ચે સંક્રમણના કેસથી ડરેલી બોરિસ જોનસનની સરકાર દેશમાં લૉકડાઉન લગાવવા પર વિચાર કરી રહી છે. સરકારને ડર છે કે ક્રિસમસ દરમિયાન જો પ્રતિબંધ નહીં લગાવવામાં આવે તો દેશમાં સ્થિતિ બેકાબૂ થઈ શકે છે. બ્રિટન દુનિયાના તે દેશોમાં સામેલ છે, જ્યાં વેક્સીનેશન સૌથી પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. લગભગ મોટા ભાગની વસ્તીને રસીના બંને ડોઝ આપ્યા બાદ પણ દરરોજ આવી રહેલા રેકોર્ડ કેસથી વિશ્વમાં ડરનો માહોલ છે.
ડેપ્યુટી પીએમ બોલ્યા- લૉકડાઉનથી ઇનકાર નહીં
બ્રિટનના નાયબ પ્રધાનમંત્રી ડોમિનિક રોબે સોમવારે કહ્યુ કે, બ્રિટનમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી 12 લોકોના મોત થયા છે. તેમણે ક્રિસમસ પહેલા દેશમાં લૉકડાઉન લગાવવાની સંભાવનાને નકારી શકાય નહીં. આ વચ્ચે બ્રિટનના સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા અધિકારીઓએ ચેતવણી આપી છે કે દેશમાં કોરોનાનો પીક હજુ આવ્યો નથી. તેવામાં એક મહિના દરમિયાન બ્રિટનમાં સંક્રમણની ગતિ વધી શકે છે.
આ પણ વાંચોઃ કોરોનાથી દુનિયા આખી ત્રાહિમામ, પણ આ 10 દેશમાં કોરોના ઘૂસી જ નથી શક્યો, એક પણ કેસ નહીં
બ્રિટનમાં ઓમિક્રોનથી 104 લોકો હોસ્પિટલમાં દાખલ
ડોમિનિક રોબે કહ્યુ કે, દેશમાં દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત 104 લોકો હાલ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. પાછલા સપ્તાહે અધિકારીઓએ ચેતવણી આપી હતી કે દેશમાં હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે. નવા-નવા વિસ્તારમાં ઓમિક્રોનના ફેલાવાથી સ્વાસ્થ્ય સુવિધા પર ભાર વધી રહ્યો છે. તે પૂછવા પર કે શું સરકાર ક્રિસમસ પહેલા વધુ પ્રતિબંધ લગાવશે, રોબે કહ્યુ કે, હું અત્યારે તેની ગેરંટી આપી શકુ નહીં.
એક મહિનામાં 89થી વધુ દેશોમાં ફેલાયો આ વેરિએન્ટ
ઓમિક્રોન 24 નવેમ્બરે સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ વાયરસ હોંગકોંગમાં જોવા મળ્યો. હવે ઓમિક્રોન 89થી વધુ દેશોમાં ફેલાયો છે. બાકી દેશોમાં પણ આ વેરિએન્ટ પહોંચી રહ્યો છે. હોંગકોંગ યુનિવર્સિટીના રિસર્ચમાં જણાવવામાં આવ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટાના તુલનામાં 70 ટકાથી વધુ સંક્રમણ ફેલાવવામાં સક્ષમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube