Omicron ની પહેલી તસવીર સામે આવી, કોરોનાના નવા વેરિએન્ટમાં થાય છે વધુ પડતું મ્યુટેશન

ઈટાલીના રોમના પ્રતિષ્ઠિત બમ્બિનો ગેસુ હોસ્પિટલ(Bambino Gesu Hospital) એ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટની પહેલી તસવીર બહાર પાડી છે.
રોમ: ઈટાલીના રોમના પ્રતિષ્ઠિત બમ્બિનો ગેસુ હોસ્પિટલ(Bambino Gesu Hospital) એ દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટની પહેલી તસવીર બહાર પાડી છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે Omicron માં ડેલ્ટા વેરિએન્ટ(Delta Variant) કરતા વધુ મ્યુટેશન(Mutation) હોય છે. ઓમિક્રોનની 3ડી ઈમેજ(3D Image) બહાર પાડવામાં આવી છે જે એક મેપ જેવી જોવા મળે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ ઓમિક્રોનના ઉપરના ભાગમાં પ્રોટીન હોય છે જે માનવીની કોશિકાઓ સાથે સંપર્ક કરે છે. તેનો અર્થ એ બિલકુલ નથી કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતા વધુ જોખમી છે. કારણ કે તે જૂના વેરિએન્ટની સરખામણીમાં વધુ મ્યુટેટ થાય છે.
Omicron પર વૈજ્ઞાનિકોનું રિચર્ચ ચાલુ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે જ્યારે કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron પર વધુ રિસર્ચ કરવામાં આવશે પછી જ ખબર પડશે કે આ વેરિએન્ટ ન્યૂટ્રલ છે, ઓછો જોખમી છે કે પછી ગત વેરિએન્ટ કરતા વધુ જોખમી છે.
Omicron ના 3ડી સ્ટ્રક્ચર પર ફોકસ કરી રહ્યા છે વૈજ્ઞાનિકો
મિલાન સ્ટેટ યુનિવર્સિટીના ક્લિનિકલ માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ક્લોડિયા અલ્ટેરીએ કહ્યું કે રિસર્ચ ટીમ કોરોનાના નવા વેરિએન્ટ Omicron ના મ્યુટેશન અંગે ભાળ મેળવવા માટે તેના 3ડી સ્ટ્રક્ચર પર ફોકસ કરી રહી છે. Omicron ની આ 3ડી ઈમેજ સાઉથ આફ્રિકા, બોક્સવાના અને હોંગકોંગના વૈજ્ઞાનિકો તરફથી અપાયેલી જાણકારીના આધારે તૈયાર કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube