Omicron Variant: ચિંતાનો વિષય બનેલા નવા કોરોના વેરિએન્ટના લક્ષણો અંગે દ.આફ્રિકાના ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર દુનિયાભરમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે ત્યારે આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકાના એક ડૉક્ટરે તેના લક્ષણો અંગે ખુલાસો કર્યો છે.

Omicron Variant: ચિંતાનો વિષય બનેલા નવા કોરોના વેરિએન્ટના લક્ષણો અંગે દ.આફ્રિકાના ડૉક્ટરે કર્યો મોટો ખુલાસો

નવી દિલ્હી: કોરોના (Corona) ના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron Variant)  પર દુનિયાભરમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે ત્યારે આ બધા વચ્ચે દક્ષિણ આફ્રિકા (South Africa) ના એક ડૉક્ટરે તેના લક્ષણો અંગે ખુલાસો કર્યો છે. આ એ ડૉક્ટર છે જે આ વેરિએન્ટથી સંક્રમિત થયેલા રોગીઓની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું કે  દર્દીઓમાં અપરિચિત લક્ષણો હતા. જો કે લક્ષણો હળવા હતા અને દર્દી હોસ્પિટલમાં દાખલ થયા વગર સાજા થઈ ગયા. દક્ષિણ આફ્રિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ એંજેલિક કોએત્ઝીએ જણાવ્યું કે તેમણે છેલ્લા 10 દિવસમાં આ વેરિએન્ટથી સંક્રમિત 30 દર્દીઓ જોયા, તેમનામાં સંક્રમણના લક્ષણો અપરિચિત હતા. 

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે એએફપી સાથે વાતચીતમાં ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે ઓમિક્રોન દર્દીઓમાં વધુ પડતો થાક, માંસપેશીઓમાં દુ:ખાવો, ગળામાં ખારાશ અને સૂકી ઉધરસ જેવા લક્ષણો વધુ જોવા મળ્યા. કેટલાક રોગીઓમાં તાવ થોડો વધુ હતો. કોએત્ઝીએ સ્વાસ્થ્ય અધિકારીઓને સચેત કર્યા હતા કે દેશમાં કોરોનાની હાલની તસવીર જૂના વેરિએન્ટ ડેલ્ટા કરતા બિલકુલ અલગ છે. જો કે તે સમયે વૈજ્ઞાનિક પહેલેથી વેરિએન્ટ પર કામ કરી રહ્યા હતા. 

કોએત્ઝીએ કહ્યું કે 'અમે એ નથી કહેતા કે આગળ કોઈ ગંભીર બીમારી આવશે નહીં. પરંતુ અત્યાર સુધી તો જે રોગીઓને અમે જોયા છે, જેમણે રસી મૂકાવી નથી તેમનામાં પણ હળવા લક્ષણ છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે યુરોપમાં પહેલેથી એવા અનેક લોકો છે જે આ નવા વેરિએન્ટથી સંક્રમિત છે.' કોએત્ઝીએ જે રોગીઓની સારવાર કરી તેમાંથી મોટાભાગના 40 વર્ષથી ઓછી ઉંમરના પુરુષો હતા અને તેમાંથી અડધાથી ઓછા લોકોએ રસી મૂકાવેલી હતી. 

દ.આફ્રિકાની થઈ બદનામી
કોએત્ઝીએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટે દક્ષિણ આફ્રિકાની ખુબ બદનામી કરી છે. જેના પરિણામ સ્વરૂપે અનેક દેશોએ મુસાફરી પર પૂર્ણ પ્રતિબંધ લગાવીને દ.આફ્રિકાને અલગ થલગ કરવાનું શરૂ કરી દીધુ છે. દક્ષિણ આફ્રિકાના ટોચના સ્વાસ્થ્ય મહાસંઘે તેના પર ચિંતા વ્યક્ત કરી છે. 

અમે નવા વેરિએન્ટની શોધ કરી-કોએત્ઝી
એન્જેલિક કોએત્ઝી જે દક્ષિણ આફ્રિકા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ પણ છે તેમણે કહ્યું કે વેજ્ઞાનિકોએ જે સતર્કતા દેખાડી છે, તે બદલ દક્ષિણ આફ્રિકાની પ્રશંસા થવી જોઈએ, તેની ટીકા થવી જોઈએ નહીં. એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે 'મારી શંકા એ છે કે અમારા વૈજ્ઞાનિક ખુબ સતર્ક છે અને આ મામલે ખુબ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. કદાચ જ એ યુરોપીયન દેશોએ આ લક્ષણો પ્રત્યે ગંભીરતા દેખાડી હશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news