નવી દિલ્હી: કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે દુનિયાભરમાં દહેશતનો માહોલ છે. તમામ દેશો નવા નવા પ્રતિબંધો લગાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ઉડાણો અંગે પણ લગભગ તમામ દેશોએ નવેસરથી માર્ગદર્શિકા બહાર પાડી છે. પરંતુ આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ હવે જે વાત કરી છે તે હાલાત કરતા અલગ છે. WHO ની વાત રાહત આપનારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરનાક કે સુપરમાઈલ્ડ?
સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને હાલ વૈજ્ઞાનિકો કોઈ તારણ પર પહોંચ્યા નથી પરંતુ દુનિયાના તમામ દેશ ડેલ્ટાથી પણ વધુ ખતરનાક હોવાની આશંકાના પગલે દહેશતમાં છે. જ્યારે ઓમિક્રોનની સૌથી પહેલી ઓળખ કરરનારા ડોક્ટર ઉપરાંત અન્ય જાણકારોએ તેને 'સુપર માઈલ્ડ' મ્યુટેશન ગણાવ્યો છે. ઓમિક્રોનની સૌથી પહેલી ઓળખ કરનારા ડોક્ટરે પણ કહ્યું હતું કે જે ચાર દર્દીઓમાં સૌથી પહેલા આ વેરિએન્ટ મળી આવ્યો તેમનામાં મામૂલી લક્ષણો હતા અને ખુબ જલદીથી સાજા પણ થઈ ગયા હતા. તેમાંથી કોઈનું મોત પણ થયું નથી. 


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આજે ભારતની મુલાકાતે, જાણો ચીન-પાકિસ્તાન કેમ ટેન્શનમાં આવી ગયા?


ડેલ્ટાની સરખામણીએ કેવો?
આ બાજુ WHO એ કહ્યું કે ઓમિક્રોનથી અત્યાર સુધીમાં મોતનો કોઈ કેસ સામે આવ્યો નથી. આ જ કારણે કોરોના વાયરસ વિશેષજ્ઞો આશ્વસ્ત છે કે નવો ઓમિક્રોન વેરિએન્ટ 'સુપર માઈલ્ડ' છે. આ કારણ છે કે WHO અનેક દેશોને મુસાફરી પ્રતિબંધો હટાવવા અને મોટા પાયે ડર અને અફવાઓ ખતમ કરવાની અપીલ કરી રહ્યું છે. WHO નું કહેવું છે કે ડરની જગ્યાએ સાવધાનીપૂર્વક આશાવાદી રહો કારણ કે દક્ષિણ આફ્રિકાના તમામ રિપોર્ટ્સથી જાણવા મળે છે કે નવો ઓમિક્રોન વેરિએન્ટ ગત ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ વધુ ઘાતક નથી. 


વધુ ચેપી છે?
અમેરિકામાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડાઈરેક્ટર ડો.ફ્રાન્સિસ કોલિન્સે કહ્યું કે અત્યાર સુધીના ડેટા પરથી એવું લાગતું નથી કે નવો વેરિએન્ટ ગત કોવિડ-19 વેરિએન્ટની સરખામણીએ વધુ ખતરનાક છે પરંતુ મને લાગે છે કે તે વધુ ચેપી છે. આ વેરિએન્ટમાં 30થી વધુ મ્યુટેશન છે, ડેલ્ટા વેરિએન્ટથી લગભગ બમણો છે જે તેને વધુ ચેપી બનાવે છે. વિશેષજ્ઞ તેના વિશે વધુ સ્ટડીની જરૂરિયાત પર ભાર મૂકે છે. વિશેષજ્ઞનું કહેવું છે કે સ્પષ્ટ તસવીર સામે આવવામાં હજુ અનેક સપ્તાહ લાગી શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube