જિનેવાઃ Omicron Variant: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે મંગળવારે કહ્યુ કે, 10 સપ્તાહ પહેલાં કોરોના વાયરસનું ઓમિક્રોન સ્વરૂપ સામે આવ્યા બાદથી અત્યાર સુધી સંક્રમણના 9 કરોડથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. જે વર્ષ 2020માં સામે આવેલા કુલ કેસથી વધુ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોવિડ-19 મહામારીની શરૂઆત થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ધેબરેસસે ચેતવણી આપી કે ઓમિક્રોન, વાયરસના અન્ય સ્વરૂપો જેટલો ઘાતક નથી છતાં તેનાથી બચીને રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, વિશ્વભરના મોટાભાગના ક્ષેત્રોથી મોતની સંખ્યામાં વૃદ્ધિની ખુબ ડરામણી ખબરો આવી રહી છે. 


કેમ ઝડપથી ફેલાય રહ્યો છે ઓમિક્રોન
પાછલા દિવસોમાં WHO ના ટેક્નિકલ હેડ મારિયા વૈન કેર્ખોવે ઓમિક્રોન ઝડપથી ફેલાવાનું કારણ જણાવતા કહ્યું હતું કે તેનું પ્રથમ અને ખાસ કારણ ઓમિક્રોનમાં થયેલા મ્યૂટેશન છે. તેનાથી મનુષ્યના શરીરમાં કોશિકાઓ સાથે જોડવામાં મદદ કરી રહ્યાં છે. મારિયાએ બીજું કારણ જણાવતા કહ્યું કે, આ વાયરસ ઇમ્યુન સિસ્ટમને છકાવવામાં સફળ રહ્યો છે. તે કારણ છે કે જે લોકોને પહેલાં સંક્રમણ થઈ ચુક્યું છે, તેને પણ તે શિકાર બનાવી રહ્યો છે. સાથે વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા લોકો પણ બચી રહ્યાં નથી. 


આ પણ વાંચોઃ ઓમિક્રોનના આ વેરિએન્ટથી થઈ જાવ સાવધાન, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો


ત્રીજુ કારણ છે કે ઓમિક્રોન અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરી રહ્યો છે અને તે રેપ્લિકેટ પણ કરી રહ્યો છે. એટલે કે તે વાયરસ ઉપરી શ્વસન તંત્રને પોતાની ગિરફ્ટમાં લઈને અહીં પોતાના બીજા વાયરસ (પોતાની કોપી) બનાવી રહ્યો છે. આ પણ વાયરસ ફેલાવાનું મોટું કારણ છે. જ્યારે કોરોનાના અન્ય વાયરસ લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ કે ફેફસામાં જઈને રેપ્લિકેટ કરે છે. 


શરીરની કોશિકાઓ સાથે પેયરિંગ કરી રહ્યો છે વાયરસ
તમને યાદ હશે કે જ્યારે કોવિડ-19 શરૂ થયો હતો, તે સમયે તે વાત પર ઘણું કહેવામાં આવ્યું હતું કે વાયરસ હ્યુમન સેલ્સથી જોડવાના પ્રયાસમાં ઝડપથી સેલ્સને ડેમેજ કરી રહ્યો છે. પરંતુ ઓમિક્રોન એટલો વિકસિત વાયરસ છે કે તે સરળતાથી શરીરની કોશિકાઓ સાથે પેયરિંગ કરી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube