ઓમિક્રોનના આ વેરિએન્ટથી થઈ જાવ સાવધાન, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડેનમાર્કમાં કરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BA.2 મૂળ વાયરસની તુલનામાં ઝડપથી ફેલાય છે. તે રસી લીધેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

ઓમિક્રોનના આ વેરિએન્ટથી થઈ જાવ સાવધાન, સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોપેનહેગનઃ છેલ્લે બે વર્ષથી વિશ્વ કોરોના સંકટ સામે લડી રહ્યું છે. જ્યારે લાગે છે કે વાયરસ વિદાય લેવાનો છે, ત્યારે તેનો નવો વેરિએન્ટ સામે આવી જાય છે. પરંતુ કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન વધુ તબાહી મચાવી શક્યો નહીં. હવે તેના સબ વેરિએન્ટ BA.2 ને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. ડેનમાર્કમાં થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું કે BA.2 ઓમિક્રોનની તુલનામાં વધુ સંક્રામક છે. 

33 ટકા ઝડપથી ફેલાય છે BA.2 
આ સ્ટડી કોપેનહેગન યુનિવર્સિટી અને ડેનિશ સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોની ટીમે અન્ય સંસ્થાઓ સાથે મળીને કરી છે. સ્ટડીમાં જાણવા મળ્યું કે, ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ BA.1 ની તુલનામાં 33 ટકા વધુ ઝડપથી ફેલાય છે. ડેનમાર્કમાં BA.2 થી સંક્રમિત લોકો દ્વારા આ નવો વેરિએન્ટ ઝડપથી બીજામાં ફેલાયો હતો. પરંતુ હજુ રિસર્ચને સમીક્ષા માટે રજૂ કરવામાં આવ્યું નથી. 

વેક્સીનેશનના પ્રભાવમાં કરે છે ઘટાડો
રિસર્ચર્સે કહ્યું કે, સ્ટડીથી તે નિષ્કર્ષ નિકળ્યો છે કે ઓમિક્રોન BA.2 સ્વાભાવિક રૂપથી BA.1 ની તુલનામાં વધુ સંક્રામક છે. તેમાં રોગ-પ્રતિરોધક વિરોધી ગુણ પણ છે, જે સંક્રમણ વિરુદ્ધ વેક્સીનેશનના પ્રભાવને ઓછો કરે છે. BA.2 પર વેક્સીનનો વધુ પ્રભાવ નહીં પડે. ત્યાં સુધી કે આ નવો સબ વેરિએન્ટ વેક્સીનનો બૂસ્ટર ડોઝ લઈ ચુકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. 

વેક્સીન લડવામાં મદદરૂપ
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી લડવામાં વેક્સીને મહત્વની ભૂમિકા ભજવી છે. નવો સબ વેરિએન્ટ વેક્સીન વગરના લોકોની તુલનામાં સંપૂર્ણ વેક્સીનેશન કે બૂસ્ટર ડોઝ લીધેલા લોકોને ઓછો સંક્રમિત કરે છે. મહત્વનું છે કે ડેનમાર્ક સિવાય, અમેરિકા, બ્રિટન, સ્વીડન અને નોર્વેમાં પણ BA.2 ના કેસ સામે આવ્યા છે. 

અમેરિકામાં સામે આવી ચુક્યા 194 કેસ
કોવિડ વેરિએન્ટના વૈશ્વિક ડેટાબેસ અનુસાર અમેરિકામાં ઘણા રાજ્યોમાં BA.2 વેરિએન્ટ સામે આવ્યો છે. આ રાજ્યોમાં અત્યાર સુધી કુલ 194 કેસ નોંધાયા છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ એક નિવેદનમાં કહ્યું કે,  BA.2 વર્તમાનમાં અમેરિકામાં ખુબ નિચલા સ્તરે ચાલી રહ્યો છે, પરંતુ ડેનમાર્કમાં BA.2 ના મૂળ વાયરસથી સંક્રમિત લોકોમાં આશરે 82 ટકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news