ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા 278 ભારતીયો નેવીના જહાજ INS સુમેધા દ્વારા સ્વદેશ પાછા ફર્યા જ્યારે અત્યાર સુધીમાં સુદાનમાં ફસાયેલા 530  ભારતીયો સ્વદેશ પાછા ફર્યા છે. ત્યાં ફસાયેલા ભારતીયો માટે સરકારે જરૂરી રાહત સામગ્રી મોકલી છે. ભારતીય નેવીનું બીજુ જહાજ આઈએનએસ તેગ ભારતીયોને સુદાનથી કાઢવાના મિશન ઓપરેશન કાવેરી હેઠળ ત્યાં પોર્ટ પર પહોંચી ગયું છે. જેથી કરીને ભારતીય નાગરિકોને બહાર કાઢી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુદાનમાં લગભગ 3000 ભારતીયોને કાઢવાનું અભિયાન શરૂ કરાયું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા ભારતીયોનો પહેલો જથ્થો રવાના થઈ ગયો. આઈએનએસ સુમેધા પર સવાર થઈને 278 લોકો સુદાનના પોર્ટથી જેદ્દાહ માટે રવાના થયા.  


નેવીનું વધુ એક જહાજ રેસ્ક્યૂ ઓપરેશનમાં સામેલ 
વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખવા માટે જેદ્દાહ પહોંચી ગયા છે. એક અન્ય ટ્વીટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ જણાવ્યું કે સુદાનથી રેસ્ક્યૂ અભિયાનમાં ભારતીય નેવીનું વધુ એક જહાજ આઈએનએસ તેગ સામેલ થયું છે. 


અરવિંદ બાગચીએ કહ્યું કે આઈએનએસ તેગ સુદાનના પોર્ટ પર પહોંચી ગયું છે.  જેમાં વધુ અધિકારીઓ અને ત્યાં ફસાયેલા ભારતીયો માટે રાહત સામગ્રી છે. જેનાથી સુદાનના પોર્ટ પર દૂતાવાસના કેમ્પ કાર્યાલય દ્વારા કરાયેલા રેસ્ક્યૂના પ્રયત્નોને બળ મળશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube