Oppenheimer હોલીવુડ ફિલ્મનું ભગવદ્ ગીતા સાથે કોઈ કનેક્શન છે? ખાસ જાણો
Oppenheimer Hollywood Movie: હોલીવુડ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનહાઈમર આ સદીની સૌથી મોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ સાથે જ ક્રિસ્ટોફર નોલન દિગ્દર્શિત ઓપનહાઈમરનું શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે કનેક્શન પણ ચર્ચાનો હિસ્સો બનેલો છે. જો કે ફિલ્મનું કઈ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે લેવા દેવા છે તે વિશે ઓપનહાઈમરના અભિનેતા સિલિયન મર્ફીએ પોતે જણાવ્યું છે.
Oppenheimer Hollywood Movie: હોલીવુડ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનહાઈમર આ સદીની સૌથી મોટી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. આ સાથે જ ક્રિસ્ટોફર નોલન દિગ્દર્શિત ઓપનહાઈમરનું શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે કનેક્શન પણ ચર્ચાનો હિસ્સો બનેલો છે. જો કે ફિલ્મનું કઈ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે લેવા દેવા છે તે વિશે ઓપનહાઈમરના અભિનેતા સિલિયન મર્ફીએ પોતે જણાવ્યું છે. સિલિયન મર્ફીનું કહેવું છે કે તેમણે ફિલ્મની તૈયારી કરતી વખતે ભગવત ગીતા વાંચી છે અને આ એક ખુબ જ સુંદર પાઠ છે. આ સાથે જ સિલિયને Oppenheimer નું ભગવત ગીતા સાથે કનેક્શન પણ જણાવ્યું છે.
હોલીવુડ ફિલ્મનું શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે શું કનેક્શન
ઓપનહાઈમર ફિલ્મ ગોડફાધર ઓફ ઓટોમિક બોમ્બ બનાવનારા જે. રોબર્ટ ઓપનહાઈમર પર બેસ્ડ છે. આ ફિલ્મમાં ઓપનહાઈમરની કહાની અને તેમના ઈન્વેન્શનની કહાનીને ખુબ જ સારી રીતે દર્શાવવામાં આવી છે. રિપોર્ટ્સનું માનીએ તો ઓપનહાઈમરને જ ઓટોમિક બોમ્બ કે ન્યૂક્લિયર બોમ્બ બનાવવાનું ક્રેડિટ આપવામાં આવે છે. ઓપનહાઈમરની કહાની પર બનેલી ફિલ્મના લીડ અભિનેતા સિલિયન મર્ફીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો જ્યાં તેમણે કહ્યું કે લીડ રોલ પ્લે કરતા પહેલા તેમણે ભગવદ્ ગીતાનો પાઠ કર્યો હતો.
શું ઓપનહાઈમરે વાંચી હતી ભગવદ્ ગીતા?
રિપોર્ટ્સનું માનીએ તો જે રોબર્ટ ઓપનહાઈમરે વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વર્ષ 1945માં દુનિયાના પહેલા ઓટોમિક ટેસ્ટની સફળતા બાદ તેમને ગીતાનો એક શ્લોક યાદ આવ્યો હતો. જ્યારે તેમણે વિચાર્યું કે હવે હું મૃત્યુ બની ગયો છું, સંસારનો નાશ કરનાર. હવે સિલિયન મર્ફીએ પોતાના ઈન્ટરવ્યુમાં આ શ્લોક પર વાત કરતા કહ્યું કે તેઓ આ શ્લોકથી ખુબ ઈન્સ્પાયર્ડ હતા અને તેમણે તૈયારી કરતી વખતે ભગવદ્ ગીતા વાંચી અને તેમને મહેસૂસ થયું કે આ એક સુંદર અને ખુબ પાવરફૂલ પાઠ છે. સિલિયને આ સાથે જ કહ્યું કે તેમને લાગે છે કે આ ઓપનહાઈમર માટે સાંત્વના હતી, તેમને તેની ખુબ જરૂર હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube