પેરિસઃ ફ્રાન્સમાં ચર્ચ પર છેલ્લા 72 કલાકમાં હુમલાની બીજી ઘટના સામે આવી છે. શનિવારે લિયોન શહેરમાં શોટગનથી લેસ એક ગનમેને ઓર્થોડોક્ટ પાદરીને ગોળી મારી દીધી હતી. હુમલામાં ઈજાગ્રસ્ત ગ્રીસની નાગરિકતા વાળા પાદરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ડોક્ટરો અનુસાર નજીકથી ગોળી મારવાને કારણે પાદરીને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો કરનાર હજુ પોલીસની પકડમાં આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રાન્સના આંતરિક મંત્રાલયે આપી જાણકારી 
ફ્રાન્સના આંતરિક મંત્રાલયે ટ્વીટ કર્યું કે દક્ષિણ-પૂર્વી શહેર લિયોનમાં આ ઘટના થઈ છે. સુરક્ષા અને આપાતકાલીન કર્મી ઘટનાસ્થળ પર છે. મંત્રાલયે ચેતવણી જારી કરતા લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે. આંતરિક મંત્રાલયે હજુ તે જાણકારી આપી નથી કે હુમલો આતંકવાદથી સંબંધિત છે કે કોઈ પરસ્પર દુશ્મનાવટમાં અંજામ આપવામાં આવ્યો છે. 


ત્રણ દિવસ પહેલા નીસના ચર્ચ પર થયો હતો આતંકી હુમલો
ત્રણ દિવસ પહેલા ગુરૂવારની સવારે 21 વર્ષના ટ્યૂનિશયાઈ મૂળના આંતકીએ નીસના ચર્ચ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. બાદમાં પોલીસે અથડામણમાં હુમલો કરનારને ગોળી મારી દીધી હતી. નીસના મેયરે જણાવ્યું કે, જ્યારે હુમલો કરનારને ગોળી માર્યા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે અલ્લાહુ અકબર બોલતો હતો. 


લાહોરના રસ્તા પર કેમ લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર, જાણો મામલો


ફ્રાન્સમાં એલર્ટનું સ્તર વધારવામાં આવ્યું
ફ્રાન્સમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે શુક્રવારે બીજા લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સરકારે સોમવાર સુધી પૂજા સ્થળોને છૂટ આપી હતી. આ કારણે મોટી સંખ્યામાં લોકો રવિવારે ઓલ સેન્ટ્સ ડે મનાવવાની તૈયારીમાં લાગ્યા હતા. પરંતુ આ હુમલા બાદ ફ્રાન્સમાં એલર્ટનું સ્તર વધારી દેવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube