નવી દિલ્હીઃ કોરોના વાયરસની વેક્સિનના ઘણા કેન્ડિડેટ હવે માનવો પર ટ્રાયલના પોતાના છેલ્લા તબક્કામાં પહોંચી ગયા છે. ઘણી વેક્સિનના શરૂઆતી પરિણામ આશા જગાવનારા છે પરંતુ અમેરિકાની સરકારે નિર્ણય લીધો છે કે તે ખુદ દાવેદાર માનવામાં આવી રહેલા કેન્ડિડેટ્સના મોટા સ્તર પર ટ્રાયલ કરાવશે. તે માટે દર મહિને એક વેક્સિનની 30 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવશે. Pfizer અને Moderna પોતપોતાના સ્તરે વેક્સિનની 30-30 હજાર લોકો પર ટ્રાયલની શરૂઆતની જાહેરાત કરી ચુકી છે અને આવનારા દિવસોમાં આ લિસ્ટમાં અન્ય નામ જોડાશે. અહીં જાણીએ વિશ્વની સૌથી મોટી વેક્સિન ટ્રાયલમાં કઈ-કઈ વેક્સિનનું ટેસ્ટિંગ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Moderna
Moderna mRNA1273ની પહેલા કોઈ વેક્સિન બજારમાં આવી નથી. આ વખતે તેને અમેરિકાની સરકાર પાસેથી આશરે એક અબજ ડોલરનો સપોર્ટ મળ્યો છે. NIH (નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ)ના ડાયરેક્ટર ફ્રાન્સિસ કોલિન્સનુ કહેવુ છે કે જો મોડર્નાની વેક્સિન અસરદાર અને સુરક્ષિત જાણવા મળે તો તેની પાસે લાખો ડોઝ તૈયાર હશે. તો એન્થની કાઉચીનુ કહેવું છે કે મોર્ડના ટ્રાયલના પરિણામ નવેમ્બર સુધી આવી શકે છે પરંતુ તેમને પહેલાના ડેટા જોઈને ખાતરી છે. તેની પ્રથમ તબક્કાની ટ્રાયલમાં વેક્સિન આપવા પર વોલેન્ટિયરોમાં એન્ટીબોડી જોવા મળી હતી અને સામાન્ય સાઇડ ઇફેટ્સ પણ જોવા મળી હતી. 


Pfizer
Pfizer એ અમેરિકાને 5 કરોડ લોકો માટે વેક્સિન બનાવવાને લઈ સરકાર સાથે 2 અબજ ડોલરની સમજુતી કરી છે. કંપનીનું કહેવું છે કે જો ટ્રાયલ સફળ થાય છે તો ઓક્ટોબર સુધી અપ્રૂવલ લઈને 5 કરોડ લોકોને વેક્સિન ડોઝ વર્ષના અંત સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. કંપની કોરોનાની વેક્સિન  BNT162b1 જર્મન બાયોટેક કંપની BioNTechની સાથે મળીને વિકસિત કરી રહી છે. તેની અમેરિકા અને જર્મનીમાં થયેલી પ્રથમ તબક્કાની ટ્રાયલમાં એન્ટીબોડીની સાથે T-cells પણ જોવા મળ્યા. Moderna ની જેમ આ વેક્સિન પણ mRNA પર આધારિત છે. 


Johnson & Johnson
Johnson & Johnson આ સપ્તાહે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી રહી છે અને સપ્ટેમ્બરમાં છેલ્લા તબક્કાની ટ્રાયલ કરી શકે છે. કંપની આગામી વર્ષ સુધી એક અબજથી વધુ ડોઝનું ઉત્પાદન કરવા માટે પોતાની ક્ષમતા વધારવાનું કામ કરી રહી છે. તેના મનુષ્યો પર ટ્રાયલના પરિણામ સપ્ટેમ્બરમાં આવશે ત્યારબાદ અમેરિકામાં મોટા સ્તર પર ટેસ્ટ થશે. કંપનીએ અમેરિકાની સરકારની સાથે 1 અબજ ડોલરના રોકાણની ડીલ કરી હતી જેથી વેક્સિનના વિકાસ અને ઉત્પાદનમાં મદદ મળી રહી છે. કંપનીએ વેક્સિન ઇબોલા વેક્સિનની જેમ બનાવવામાં આવી છે. 


ઓક્સફોર્ડ-AstraZeneca
અત્યાર સુધી કોરોના વેક્સિનની રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહેલી બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની  AstraZenecaની વેક્સિન AZD1222ની અમેરિકામાં ટ્રાયલ ઓગસ્ટમાં થઈ શકે છે. અમેરિકા સરકારે કંપનીની સાથે 1 અબજ જોલરની ડીલ કરી છે. આ મહિને સામે આવેલા પરિણામમાં આ વેક્સિનના પરિણામ ખુબ ઉત્સાહ જગાડનારા છે. હજારો લોકો પર કરવામાં આવેલી ટ્રાયલમાં બે ડોઝ અપાયા બાદ બધા વોલેન્ટિયરોમાં એન્ટી-બોડીની સાથે સાથે  T-cells પણ બનતા જોવા મળ્યા છે. સામાન્ય સાઇડ ઇફેક્ટ પણ પેરાસિટામોલથી ઠીક થઈ ગઈ હતી. આ વેક્સિનના ભારતમાં ઉત્પાદન કરવા માટે Serum Institute of Indiaએ AstraZenecaની સાથે ડીલ કરી છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube