ઓક્સફોર્ડની Coronavirus Vaccineએ આપ્યા સારા સમાચાર, વધુ ઉંમરના લોકો પર પણ અસરકારક
Oxford Coronavirus Vaccine: ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિને 56-69 અને 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કર્યો છે. The Lancet એ ગુરૂવારે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટા પબ્લિશ કર્યો છે.
લંડનઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વાયરસ વેક્સિને 56-69 અને 70 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ લોકોમાં ઇમ્યૂન રિસ્પોન્સ પેદા કર્યો છે. The Lancet એ ગુરૂવારે 560 સ્વસ્થ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો ડેટા પબ્લિશ કર્યો છે. તેમાં ChAdOx1 nCoV-19 વેક્સિનને સુરક્ષિત જણાવવામાં આવી છે. તેની ગંભીર સાઇડ ઇફેક્ટ્સ પણ થઈ નથી.
વધુ ઉંમરના લોકોને ખતરો
રિસર્ચર્સનું કહેવું છે કે આ પરિણામ ઉત્સાહનજક છે કારણ કે વધુ ઉંમરના લોકોને COVID-19 સંબંધી જોખમ વધુ હોય છે. તેથી કોઈ એવી વેક્સિન હોવી જોઈએ જે વધુ ઉંમરના લોકો માટે અસરકારક હોય. ઓક્સફોર્ડ વેક્સિન ગ્રુપ સાથે જોડાયેલા ડોક્ટર મહેશી રામાસામીએ વધુ ઉંમરના લોકોમાં વેક્સિનના સારા પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. બ્રિટન ઓક્સફોર્ડ યુનિવર્સિટીની આ વેક્સિનના 10 કરોડ ડોઝનો પહેલા ઓર્ડર આપી ચુક્યુ છે.
જલદી આવી શકે છે પરિણામ
સંશોધકોની ટીમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ત્રીજા તબક્કાના વ્યાપક પરીક્ષણમાં આ વેક્સિન લોકોમાં COVID-19ને વિકસિત થવાથી રોકે છે. ડોક્ટર રામાસામીએ કહ્યુ, 'અમે તે જોઈને પ્રસન્ન છીએ કે અમારી રસી ન માત્ર વધુ ઉંમરના વ્યસ્કો માટે પણ સારી ઉપયોગી છે, પરંતુ તેણે યુવા વોલેન્ટિયર્સોમાં પણ સમાન રોગ પ્રતિરોધક પ્રતિક્રિયા ઉતપન્ન કરી.'
COVID-19 Vaccine News: હોળી પહેલા આવી જશે કોરોના વેક્સિન, સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનને વિશ્વાસ
વિપરીત પરિણામ ન આવ્યું
રસીનું નિર્માણ દવા કંપની ‘AstraZeneca’ કરવામાં આવી રહ્યું છે. ઓક્સફોર્ડની રસી પરીક્ષણ ટીમના પ્રમુખ એન્ડ્રૂ પોલાર્ડે કહ્યુ કે, નવા પરિણામ અત્યંત ખુશી આપનારા છે. તે પણ સામે આવ્યું કે, આ તબક્કાની ટ્રાયલમાં રસીના કોઈ વિપરીત પરિણામ સામે આવ્યા નથી. રસીના બીજા તબક્કાની ટ્રાયલ વિશે ગુરૂવારે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ટ્રાયલમાં સામેલ 18-55, 56-79 ઉંમર વર્ગ સમૂહ તથા 70 વર્ષથી વધુ ઉંમરના સ્વયંસેવકોમાં વાયરસને ખતમ કરવાની સમાન એન્ટીબોડી અને ટી કોશિકાઓ જોવા મળી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube