નવી દિલ્હી: ફિલ્મ 'પદ્માવત'ને લઈને જ્યાં એકબાજુ ભારતમાં ઠેરઠેર હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે ત્યાં પાડોશી દેશ પાકિસ્તાને આ ફિલ્મને કોઈ પણ પ્રકારના કટ વગર રિલીઝ કરી દેવાઈ છે. ઈસ્લામાબાદ સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેન્સર્સ (સીબીએફસી)ના અધ્યક્ષ મોબશીર હસને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે બોર્ડે આ ફિલ્મને પાસ કરી દીધી છે. તેમણે ટ્વિટર પર આ મામલા સંબંધિત જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે ટ્વિટર પર લખ્યું કે "સીબીએફસીએ ભારતીય કલાકારોવાળી ફિલ્મ પદ્માવતના કોઈ પણ દ્રશ્ય વગર કાતર ચલાવ્યાં વગર યુ સર્ટિફિકેટ સાથે થિયેટરોમાં દર્શાવવાની જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું કે સીબીએફસી કળા, રચનાત્મકતા અને સ્વસ્થ મનોરંજનમાં પક્ષપાત નથી કરતું."


નોંધનીય છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખીલજીની નકારાત્મક છબી દર્શાવવાના કારણે ફિલ્મના દ્રશ્યો પર કાતર ફરશે.