નવી દિલ્હીઃ ભારતના ચંદ્રયાન-2 મિશનની દુનિયાભરના અંતરિક્ષ સમર્થકો અને સંશોધકો પ્રશંસા કરી રહ્યા છે. હવે તેમાં નવું નામ ઉમેરાયું છે પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષ યાત્રી નમીરા સલીમનું. નમીરા સલીમે આ મિશન માટે ઈસરો અને ભારતને અભિનંદન આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદ્રયાન-2 મિશન અંગે નમીરા સલીમે જણાવ્યું કે, "હું ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સોફ્ટ લેન્ડિંગના ઐતિહાસિક પ્રયાસ માટે ઈસરો અને ભારતને અભિનંદન પાઠવું છું."


નમીરાએ જણાવ્યું કે, ચંદ્રયાન-2 માત્ર દક્ષિણ એશિયા માટે જ નહીં પરંતુ સંપૂર્ણ ગ્લોબલ અંતરિક્ષ ઉદ્યોગ માટે ગર્વનો વિષય છે. આ અભિયાનને કયો દેશ લીડ કરકી રહ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે અંતરિક્ષમાં રાજકીય સીમાઓ સમાપ્ત થઈ જાય છે અને બધા જ એક સમાન હોય છે. 


ઉલ્લેખનીય છે કે, નમીરા સલીમ પાકિસ્તાનની પ્રથમ અંતરીક્ષ યાત્રી છે. નમીરા સલીમ સર રિચર્ડ બ્રેનસન વર્જિન ગેલેક્ટિકની સાથે અંતરીક્ષમાં જશે. સર રિચર્ડ બ્રેનસન વર્જિન ગેલેક્ટિક દુનિયાની પ્રથમ કોમર્શિયલ સ્પેસલાઈન છે. 


પાક.ના જુઠ્ઠાણાનો પર્દાફાશ, આતંકી મસુદ અઝહર જેલમાં નહીં જૈશના વડામથકમાં છેઃ સૂત્ર


આખી દુનિયા કરી રહી છે પ્રશંસા 
નમીરા સલીમ એકલી નથી જેણે ભારતના ચંદ્રયાન-2 મિશનની પ્રશંસા કરી હોય. નક્ષત્ર પ્રચારક અને વૈજ્ઞાનિક એમિલી લાકડવાલાએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, "લોકો માટે આ એક ચેતવણી છે કે, લેન્ડરને સપાટી પર લાવવાના પ્રયાસમાં લાગેલા ભારતે ચંદ્રની ભ્રમણકક્ષામાં પોતાનું બીજું અંતરીક્ષ યાન સફળતાપૂર્વક મોકલી દીધું છે. ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રની પરિક્રમા કરશે, જ્યારે લેન્ડર તો માત્ર બે સપ્તાહ સુધી જ કામ કરવાનું હતું."


નાસા સ્પેસફ્લાઈટ માટે લખતા ક્રિસ જી-એનએસએફએ જણાવ્યું કે, "જો વિક્રમ સપાટી ઉપર ઉતરવામાં નિષ્ફળ રહ્યું છે તો એ વાત પણ યાદ રાખો કે ત્યાં ઓર્બિટર પણ છે, જ્યાંથી 95 ટકા પ્રયોગ થઈ રહ્યા છે. ઓર્બિટર ચંદ્રની ભ્રમણકક્ષામાં સલામત છે અને પોતાનું મિશન પુરું કરી રહ્યું છે. આ સંપૂર્ણ નિષ્ફળતા બિલકૂલ નથી."


એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સ્પેસ ટેક્નોલોજી એન્ડ સાયન્સ ઈનિશિએટીવમાં રિસર્ચ ડાયરેક્ટર, સાયન્સ ઈનિશિએટીવ, માર્સ ઓપોર્ચ્યુનિટી રોવર ટીમના સભ્ય ડો. તાન્યા હેરિસને જણાવ્યું કે, "મિશન કન્ટ્રોલ રૂમમાં ઘણી બધી મહિલાઓને જોઈને ખુબ જ સારું લાગ્યું.'


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...