ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ દાખલ અવિશ્વાસ પ્રસ્તાવ પર આયોજીત નેશનલ એસેમ્બલીની કાર્યવાહીનો રેકોર્ડ માંગ્યો છે. કોર્ટે મામલાની સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી દીધી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે દેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર સુઓમોટો લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની પીઠે નિર્દેશ જારી કર્યો કે કોર્ટ માત્ર અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવા અને નેશનલ એસેમ્બલીના વિઘટન માટે ડેપ્યુટી સ્પીકર દ્વારા ભરવામાં આવેલા પગલાની બંધારણીયતાની જાણકારી મેળવવા ઈચ્છે છે. 


અમારુ ફોકસ માત્ર ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર'
એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબારે ચીફ જસ્ટિસ બંદિયાલના હવાલાથી કહ્યુ, 'અમારૂ એકમાત્ર ફોકસ ડેપ્યુટી સ્પીકરના નિર્ણય પર છે.. તે વિશેષ મુદ્દા પર નિર્ણય કરવો અમારી પ્રાથમિકતા છે.' સર્વોચ્ચ અદાલત તે જોવા ઈચ્છે છે કે શું પીઠ દ્વારા ઉપાધ્યક્ષના નિર્ણયની સમીક્ષા કરી શકાય છે. તેમણે કહ્યું કે, કોર્ટ માત્ર સ્પીકરની કાર્યવાહીની કાયદેસરતા પર નિર્ણય કરશે. ચીફ જસ્ટિસે કહ્યુ- અમે તમામ પક્ષોને આ બિંદુ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહીશું. 


આ પણ વાંચોઃ ઈમરાન ખાનના વિદેશ ષડયંત્રના દાવા પર પાકિસ્તાનની સેનાને જ નથી વિશ્વાસ?


આ છે મામલો
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની સર્વોચ્ચ કોર્ટ પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ નેશનલ એસેમ્બલીમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને રદ્દ કરવા ખાનની ભલામણ પર ગૃહને ભંગ કરવાને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવાના મામલા પર સુનાવણી કરી રહી છે. નેશનલ એસેમ્બલીના ઉપાધ્યક્ષ કાસિમ સૂરીએ તથાકથિક વિદેશી ષડયંત્રનો હવાલો આપતા પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષે લાવેલા અવિશ્વાસ પ્રસ્તાવને નકારી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube