Pakistan: ઈમરાન ખાનના વિદેશ ષડયંત્રના દાવા પર પાકિસ્તાનની સેનાને જ નથી વિશ્વાસ?

પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. આ સમગ્ર રાજકીય ઉથલપાથલ અંગે ઈમરાન ખાન વિદેશી કાવતરું હોવાની વાત કરીને અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવવામાં તો સફળ રહ્યા. પરંતુ હવે તેમના આ દાવા પર વિપક્ષની સાથે સાથે ત્યાંની સેનાએ પણ સવાલ ઉભા કર્યા છે.

Pakistan: ઈમરાન ખાનના વિદેશ ષડયંત્રના દાવા પર પાકિસ્તાનની સેનાને જ નથી વિશ્વાસ?

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર પડી ગઈ છે. આ સમગ્ર રાજકીય ઉથલપાથલ અંગે ઈમરાન ખાન વિદેશી કાવતરું હોવાની વાત કરીને અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવવામાં તો સફળ રહ્યા. પરંતુ હવે તેમના આ દાવા પર વિપક્ષની સાથે સાથે ત્યાંની સેનાએ પણ સવાલ ઉભા કર્યા છે. પાકિસ્તાનની સેનાને ઈમરાન ખાનની વિદેશી કાવતરાવાળી થિયરી પર ભરોસો નથી. 

ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ 27 માર્ચના રોજ થયેલી રાષ્ટ્રીય સુરક્ષા કમિટીની બેઠકમાં સૈન્ય નેતૃત્વએ ઈમરાન ખાનના દાવાઓથી અલગ કહ્યું કે તેમની પાસે એવો કોઈ પુરાવો નથી, જે એ સાબિત કરી શકે કે પીટીઆઈ સરકારને હટાવવાના ષડયંત્રમાં અમેરિકા સામેલ હતું. 27 માર્ચના રોજ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા કમિટીએ ચર્ચા માટે બેઠક કરી હતી. આ બેઠકમાં પીટીઆઈ સરકારે દાવો કર્યો હતો કે તેમની પાસે પુરાવા છે કે પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન માટે અમેરિકાએ ષડયંત્ર રચ્યું છે. 

બેઠક બાદ એનએસસીએ નિવેદન બહાર પાડીને આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ સમાન છે. ત્યારબાદ NSC એ અમેરિકાને ડેમાર્શ જારી કરવાનો નિર્ણય કર્યો. હકીકતમાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં જ્યારે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું ત્યારે માનવામાં આવી રહ્યું હતું કે ઈમરાન ખાનની સરકાર જશે. ત્યારે ઈમરાન ખાનની સરકાર દ્વારા સદનમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર પાડવા માટે વિદેશી ષડયંત્ર થઈ રહ્યું છે. આ આધાર પર જ ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવવાનો નિર્ણય લીધો. 

પીએમ ઈમરાન ખાને દાવો કર્યો હતો કે એનએસસીએ સરકારના નિવેદનનું સમર્થન કર્યું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ તેમને સત્તામાંથી હટાવવાના ષડયંત્રનો ભાગ હતો. પરંતુ આ મામલાના જાણકારોએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનને જણાવ્યું કે સૈન્ય નેતૃત્વ અંગે આ ખોટી ધારણા રજૂ કરવામાં આવી કે તેઓ ઈમરાન ખાનના દાવાનું સમર્થન કરી રહ્યા છે. 

કહેવાય છે કે સૈન્ય નેતૃત્વએ બેઠકની મિનિટ્સ ઉપર પણ સહી કરી નહતી. સૂત્રોએ કહ્યું કે સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકાએ સરકારને આવો કોઈ પત્ર મોકલ્યો નથી. આ અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત બાદ પાકિસ્તાની રાજદૂતનું આકલન હતું. એટલું જ નહીં સૂત્રોએ NSC ની બેઠકમાં વિલંબને લઈને પણ સવાલ ઉઠાવ્યો છે. સૂત્રઓએ પૂછ્યું કે શું સરકારે માર્ચ શરૂઆતથી લઈને 27 માર્ચ સુધી આ મામલે કોઈ પગલું ન ભર્યું. તેમણે એમ પણ કહ્યું કે સંબંધિત અધિકારીઓને અવિશ્વાસ મત અને રાજનયિક કેબલ વચ્ચે કોઈ પણ સંબંધનો પુરાવો ન મળ્યો. એટલું જ નહીં પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ બાજવાએ અમેરિકાના વખાણ કર્યા છે. તેમણે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ ઉપર પણ પોતાનો મત રજૂ કર્યો. તેમણે રશિયાના હુમલાની ટીકા કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news