ઈસ્લામાબાદ: પાકિસ્તાન(Pakistan) સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (Qamar Javed Bajwa)એ જમીયત ઉલેમાએ ઈસ્લામ ફઝલ (જેયુઆઈ-એફ)ના નેતા મૌલાના ફઝલુર રહેમાન સાથે મુલાકા કરીને તેમને આઝાદી માર્ચ ન કાઢવાનું કહ્યું છે. જિયો ન્યૂઝ ઉર્દૂના એક રિપોર્ટમાં એક ટીવી ચેનલ એંકરના હવાલે આ જાણકારી આપવામાં આવી છે. આ એંકર તે પત્રકારોમાં સામેલ હતાં જેમણે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરી હતી. તેમણે ટીવી શોમાં જણાવ્યું કે મૌલાના ફઝલ અને જનરલ બાજવાની મુલાકાત થોડા દિવસ પહેલા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે જનરલે મૌલાનાને વિશ્વાસ અપાવ્યો કે તેઓ લોકતંત્ર અને બંધારણની સાથે છે અને તે જ કામ કરે છે જેની બંધારણ તેમને મંજૂરી આપે છે. એંકરે જણાવ્યું કે જનરલ બાજવાએ મૌલાના ફઝલને કહ્યું છે કે તેઓ એક જવાબદાર રાજનેતા છે અને તેમને ખબર હોવી જોઈએ કે વિસ્તારની હાલાત કઈ હદે બગડી છે. ધરણા માટે આ યોગ્ય સમય નથી. હાલ દિવસ-રાત દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ થઈ રહ્યું છે. સૈન્ય પ્રમુખે સ્પષ્ટપણે કહયું કે તેઓ હાલ 'અસ્થિરતા ફેલાવનારી કોઈ પણ પણ પ્રકારની કાર્યવાહી'ની મંજૂરી આપશે નહીં. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...