નવી દિલ્હી :કાશ્મીર મુદ્દા (Kashmir Issue) પર એકવાર ફરીથી પાકિસ્તાનની (Pakistan) દુનિયાના ટોચના સ્ટેજ સંયુક્ત રાષ્ટ્રમાં કારમી હાર થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)  માં આ મુદ્દો ઉઠાવવા ચીન તરફથી રાખવામાં આવેલ પ્રસ્તાવને દુનિયાના 10 તાકાતવાર દેશોએ નકારી કાઢ્યું છે. એટલુ જ નહિ, આ દેશોએ સ્પષ્ટ કહ્યું કે, હવે આ મામલાને ઉઠાવવાની કોઈ જરૂર નથી. ચીને યુએનએસીમાં એની અધર બિઝનેસ (AOB) અંતર્ગત પાકિસ્તાનની અપીલ પર કાશ્મીર મુદ્દા પર ક્લોઝ ડોર મીટિંગનો પ્રસ્તાવ રાખ્યો હતો. 


કમુરતા ઉતરતા આખરે BJP કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, આ પ્રસ્તાવ માટે ગત વર્ષે 24 ડિસેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર આ બેઠક થઈ શકી ન હતી. આ પ્રસ્તાવનો યુએનએસીના સ્થાયી સદસ્યો ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયા સહિત 10 સદસ્યોએ વિરોધ કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહી દીધું કે, હવે આ મુદ્દાને ઉઠાવવાની જરૂર નથી. આમ, પાકિસ્તાન તરફથી ચીન દ્વારા આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ અસફળ રહ્યો અને તેને માત્ર પોતાના પાડોશી મિત્ર ચીનની દોસ્તીનો જ સાથ મળ્યો હતો.


રાશિફળ 16 જાન્યુઆરી: આજે 7 રાશિના જાતકો પર ભોલેનાથની અસીમ કૃપા રહેશે, અચાનક મોટા ફાયદાના યોગ


યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું કે, જેની અમને આશા હતી, તે આજે થયું છે. આજે યુએનમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાના દાવાનો પર્દાફાશ થઈ ગયો છે. અમને ખુશી છે કે, અમારા અનેક મિત્રોએ કાશ્મીર મુદ્દે અમારો સાથ આપ્યો છે અને કહ્યું કે, આ એક દ્વિપક્ષીય મામલો છે. પોતાની ખામીઓ છુપાવવા માટે પાકિસ્તાનની ખોટી બોલવાની આદતનો આખરે અંત આવ્યો છે. અમને આશા છે કે, પાકિસ્તાન આજથી કંઈક શીખશે અને ભારત સાથે સારું વર્તન કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વભરના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....


આ VIDEO પણ જુઓ...