કમુરતા ઉતરતા આખરે BJP કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત
ભાજપ (BJP) ના નવા સંગઠનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચોક્કસ સમયની જગ્યાએ આ વર્ષે વહેલું સંગઠન રચાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામ પણ અત્યારે લગભગ નિશ્ચિત થઈ ગયા છે. આ ઉપરાંત ભાજપના નવા સંગઠનમાં કોને મળશે સ્થાન અને કોનું કપાશે પત્તુ જોઈએ આ અહેવાલમાં..
Trending Photos
અમદાવાદ :ભાજપ (BJP) ના નવા સંગઠનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ચોક્કસ સમયની જગ્યાએ આ વર્ષે વહેલું સંગઠન રચાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષના નામ પણ અત્યારે લગભગ નિશ્ચિત થઈ ગયા છે. આ ઉપરાંત ભાજપના નવા સંગઠનમાં કોને મળશે સ્થાન અને કોનું કપાશે પત્તુ જોઈએ આ અહેવાલમાં..
કમૂરતા ઉતરતા BJP કાર્યકરોની ધીરજનો અંત
છેલ્લા એક મહિનાથી ભાજપ સંગઠનની સંરચના 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની તૈયારી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થતાની સાથે જ પ્રદેશ સંગઠનોની સંરચના પણ જાન્યુઆરી અંત સુધીમાં પૂર્ણ કરાશે. સામાન્ય રીતે 50 ટકાથી વધુ સંગઠનની સંરચના પછી રાષ્ટ્રીય અધ્યક્ષની નિયુક્તિ થતી હોય છે, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તે મુજબ 15 ફેબ્રુઆરી સુધીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વહેલી જાહેર કરી છે.
19 જાન્યુઆરીએ ચૂંટણી માટેના ફોર્મ ભરાશે અને 20 જાન્યુઆરીએ નામની સત્તાવાર જાહેરાત થશે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી.નડ્ડાનું નામ લગભગ નિશ્ચિત જ છે. ત્યારે ગુજરાતમાં પણ 41 જિલ્લા-શહેર પ્રમુખો, મહામંત્રીની જાહેરાત થશે. 20 પ્રદેશ પ્રમુખની જાહેરાત 31 જાન્યુઆરી સુધીમાં થશે.
કમૂરતા ઉતરતા જ પ્રદેશ ભાજપની સંગઠન સંરચના પણ પૂર્ણ થશે. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ 31 જાન્યુઆરી પહેલા ગુજરાત પ્રવાસે આવશે અને ગુજરાતમાં પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરશે. ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે જીતુ વાઘાણી રિપીટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને સ્થાન મળી રહ્યું છે. તેમજ ઉત્તરાયણના દિવસે અમિત શાહની ફિરકી પકડેલા જીતુ વાઘાણીને જોયા બાદ એ અટકળોએ વધુ જોર પકડ્યું છે. સામાન્ય રીતે ભાજપમાં એ પરંપરા જોવા મળી છે કે, મુખ્યમંત્રી જ્યારે પણ પાટીદાર સિવાયના સમાજના હોય ત્યારે ભાજપના પ્રમુખપદે પાટીદાર સમાજની વ્યક્તિ જોવા મળી છે. તે જોતા હાલની સ્થિતિમાં પણ જીતુ વાઘાણીની ટર્મ પૂરી થયા બાદ પણ પાટીદાર સમાજમાંથી જ નવા પ્રદેશ પ્રમુખ આવશે. ત્યારે જીતુ વાધાણીને બીજી ટર્મ મળે તેવી શક્યતાઓ વધુ છે. જીતુ વાધાણીને બીજી ટર્મ મળશે, તો તેઓ પુરષોત્તમ રૂપાલા અને આર સી ફળદુ બાદ ત્રીજા નેતા હશે, જેમને સતત 2 ટર્મ પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે