નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન જાણે રઘવાયુ બની ગયું છે. ધૂંધવાયેલા પાકિસ્તાને હવે પરમાણુ યુદ્ધની ધમકી આપી દીધી છે. પાકિસ્તાની સેનાના મેજર જનરલ આસિફ ગફૂરે પોકળ ધમકી આપતા કહ્યું કે કાશ્મીર મુદ્દે પરમાણુ યુદ્ધનો ખતરો છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કાશ્મીરમાં સ્થિતિ પર દેશના ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૂરેશી સાથે સંયુસ્ત પત્રકાર પરિષદમાં વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત અને ભૂટાન જેવી સમજ બીજા કોઈ દેશમાં નથી- પીએમ મોદી 


ગફૂરે કહ્યું કે અમે માનીએ છીએ કે પરંપરાગત યુદ્ધ માટે કોઈ જગ્યા નથી. પરંતુ જે રીતે ભારત આગળ વધી રહ્યું છે તો અમે પણ વિકલ્પને નજરઅંદાજ કરી શકીએ નહીં. મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું કે કાશ્મીર એક ન્યૂક્લિયર પોઈન્ટ છે. દુનિયાએ ભારતના રક્ષા મંત્રી તરફથી પરમાણુ હથિયારના ઉપયોગવાળા નિવેદન પર ધ્યાન આપવાની જરૂર છે. 


હકીકતમાં સરહદ પારથી સતત થઈ રહેલી નાપાક હરકતો પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે મોટી ચેતવણી આપી હતી. કહ્યું હતું કે ભારત સ્થિતિ મુજબ પરમાણુ હથિયારોને લઈને પોતાની પોલીસી બદલી શકે છે. હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી અને ત્યાંની સેના તરફથી રાજનાથ સિંહના આ નિવેદન પર પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કૂરેશીએ કહ્યું કે પીએમ મોદીએ નહેરુના ઈન્ડિયાને ખાખ કરી નાખ્યું. ભારતની નીતિ 'ડોભાલ સિદ્ધાંત'ની આજુબાજુ ઘૂમી રહી છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...