ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ, બંને દેશોના સંયુક્ત સપના છે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે. 

ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ, બંને દેશોના સંયુક્ત સપના છે: પીએમ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે. 

પીએમ મોદીએ ભારતના અંતરિક્ષ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે 2022 સુધીમાં કોઈ ભારતીયને અંતરિક્ષમાં મોકલીશું. હું આશા કરું છું કે ભૂટાન પણ સેટેલાઈટ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આજના જમાનામાં ભારતમાં ઐતિહાસિક ફેરફાર થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન જેવી સમજ કોઈ દેશમાં નથી. ભારત અને  ભૂટાન ફ્કત ભૂગોળની રીતે જ નજીક નથી પરંતુ અમારી સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓના કારણે બંને દેશોના લોકોમાં જોડાણ છે. 

પીએમ મોદીએ કહ્યું કે મેં ભગવાન બુદ્ધના શિક્ષણથી પ્રેરિત થઈને એક્ઝામ વોરિયર્સ પુસ્તક લખ્યું. તમે વિદ્યાર્થીઓ પરીક્ષાનો તણાવ ન લો. તેમણે કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા અમારી તાકાત છે. હાલના જમાનામાં દુનિયામાં તકોની કોઈ કમી નથી. આ તકોનો યુવાઓ ફાયદો ઉઠાવે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂટાન પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે નેશનલ મેમોરિયલ પણ જશે. આ અગાઉ શનિવારે તેમણે ભૂટાનમાં રૂપે કાર્ડ લોન્ચ કર્યું અને ભારત તથા ભૂટાન વચ્ચે 9 કરાર પર હસ્તાક્ષર પણ  કર્યાં. જેમાંથી એક કરાર અંતર્ગત ઈસરો થિમ્પુમાં અર્થ સ્ટેશન બનાવશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે એક વીજળી ખરીદ કરાર પણ થયો. પીએમ મોદી બે  દિવસના અધિકૃત ભૂટાન પ્રવાસ હેઠળ શનિવાર ભૂટાન પહોંચ્યા હતાં. વડાપ્રધાન અહીં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા માટે ભૂટાની નેતાઓ સાથે ચર્ચા પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news