`મેક્સિકોના ડ્રગ માફિયાઓની માફક દાઉદની D કંપનીએ ઘણા દેશોમાં ફેલાવી જાળ`
ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવેલા ડોન દાઉદ ઇબ્રાહીમના પાકિસ્તાન સ્થિત ગુનાહિત ગેંગ ડી-કંપનીએ ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. જોર્જ મૈસન યૂનિવર્સિટીના સેચાર સ્કૂલ ઓફ પોલિસીમાં પ્રોફેસર ડૉ. લુઇસ શેલીએ અમેરિકી સાંસદોએ શુક્રવારે (23 માર્ચ)ના રોજ જણાવ્યું હતું
વોશિંગ્ટન: ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવેલા ડોન દાઉદ ઇબ્રાહીમના પાકિસ્તાન સ્થિત ગુનાહિત ગેંગ ડી-કંપનીએ ઘણા દેશોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. જોર્જ મૈસન યૂનિવર્સિટીના સેચાર સ્કૂલ ઓફ પોલિસીમાં પ્રોફેસર ડૉ. લુઇસ શેલીએ અમેરિકી સાંસદોએ શુક્રવારે (23 માર્ચ)ના રોજ જણાવ્યું હતું કે ભારત સંબંદ્ધ પાકિસ્તાન સ્થિત આપરાધિક-આતંકવાદી ગેંગ ડી-કંપનીએ નશીલા પદાર્થોની તસ્કરી માટે ઘણા દેશોમાં પગ પેસારો કરી લીધો છે અને તેણે એક શક્તિશાળી સંગઠનનું રૂપ લઇ લીધું છે. શેલીએ દાવો કર્યો કે ડી-કંપનીની જાળ ઘણા દેશોમાં ફેલાયેલી છે.
ઘણા દેશોમાં ફેલાયેલી છે ડી-કંપનીની જાળ
તેમણે આતંકવાદ અને ગેરકાયદેસર નાણાકીય પોષણ પર સદની નાણાકીય સેવાઓ સંબંધી સમિતિ દ્વારા આયોજિત સુનાવણી દરમિયાન કહ્યું 'મેક્સિકોના નશીલા પદાર્થોના સંગઠનોની માફક ડી-કંપનીની જાળ વિભિન્ન દેશોમાં ફેલાયેલી છે. તે હથિયારો, નકલી ડીવીડીની તસ્કરી કરે છે અને હવાલા સંચાલકોની વ્યાપક વ્યવસ્થાના માધ્યમથી નાણકીય સેવાઓ પુરી પાડે છે. ડી-કંપનીનો મુખિયા ભારતમાં ભાગેડુ ગણાવેલો ડોન દાઉદ ઇબ્રાહિમ છે. અપરાધના મોટા ગુનાઓ અને મુંબઇ જેવા સ્થળો પર આતંકવાદી હુમલાના મામલે ભારતમાં વાંછિત દાઉદનો ડેરો હવે પાકિસ્તાનનું કરાંચી શહેર છે. અમેરિકા અને ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે. જો કે પાકિસ્તાની અધિકારી પોતાના
સંયુક્ત રાષ્ટ્રે પણ લગાવ્યો છે દાઉદ પર પ્રતિબંધ
દાઉદ વિરૂદ્ધ ભારતના અભિયાનને અમેરિકાએ 2003માં સ્વિકાર્યું. તે સમયે અમેરિકાના રાજકોષ વિભાગે દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો જેના તાર અલ-કાયદા સાથે જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધ છે. પાકિસ્તાન દ્વારા દાઉદને શરણ આપવાની ભારતની વાતની પુષ્ટિ કરતાં તે સમયે રાજકોષ વિભાગે કહ્યું હતું કે દાઉદ કરાંચી છે અને તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે. 12 માર્ચ 1993માં થયેલા શૃંખલાબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 257 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થઇ ગઇ હતી. દાઉદ ઇબ્રાહીમ 1993ના બોમ્બ બ્લાસ્ટ મામલે ભારતમાં વાંછિત છે. અમેરિકી ટ્રેજરી વિભાગે દાઉદને 2013માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો.