પાકિસ્તાનની પોકળ ધમકી, `અમે પણ ભારત સામે કરીશું 10 સર્જિકલ સ્ટ્રાઈક`
આ સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનર કમર જાવેદ બાજવા લંડનના પ્રવાસ પર છે. બાજવાની તરફથી બોલતા આસિફ ગફૂરે કહ્યું કે કોઇ પણ પાકિસ્તાનને નબળું સમજવાની કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યા છે. એને એ લોકો પણ ખોટા વહેમમાં છે, તેમને જોરદાર જવાબ મળશે.
નવી દિલ્હી: પાકિસ્તાનની સેનાએ ભારતને પોકળ ધમકીઓ આપી છે. પાકિસ્તાનને ધમકી આપી છે, કે તે ભારત સામે 10 સર્જિકલ સ્ટ્રાઇક કરશે. સેનાની ઇંટર સર્વિસના જનસંપર્ક વિભાગના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડમાં કહ્યું કે, ભારતની એક સર્જિકલ સ્ટ્રાઇકના બગદલામાં પાકિસ્તાન 10 સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. ગફૂરે આ ધમકી પાકિસ્તાની રેડિયો પર વાતચીત દરમિયાન આપી હતી. આ સમયે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ જાવેદ બાજવા લંડન પ્રવાસ પર છે. બાજવા તરફથી બોલતા આસિફ ગફૂરે કહ્યું કે કોઇ પણ પાકિસ્તાનને નબળુ સમજીને કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યા હોય તો, તે ગેરસમજમાં છે. તેમને જોરદાર જવાબ આપવામાં આવશે.
ગફૂરે એ પમ કહ્યું કે, જો કોઇ પણ અમારા પર કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો વિચાર પણ કરી રહ્યા છે. તેમને પાકિસ્તાનની ક્ષમતાઓને લઇને મગજમાં કોઇ પણ પ્રકારની શંકા રાખવી જોઇએ નહિં. ‘સૈન્યના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનની સેના 50 અરબ ડોલરન ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)ના સંરક્ષક છે. આને આ વિશાળ યોજના દેશની વ્યવસ્થાને મજબૂત કરશે.
ગફૂરેએ પણ કહ્યું કે, સેના પાકિસ્તાનમાં લોકતંત્રને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. અને દાવો કરવામાં આવ્યો કે જુલાઇમાં સામાન્ય ચૂંટણી દેશના ઇતિહાસની સૌથી પારદર્શી ચૂંટણી રહી. તેમણે કહ્યું કે, કોઇ પાસે ચૂંટણીમાં ગેરરીતીની સાબિતી હોય તે તેમણે તે સાબિત કરવું જોઇએ
તેમણે મીડિયા પર રોક લગાવતા સમાચારનો ખારીઝ કર્યા અઅને કહ્યું કે દેશમાં અભિવ્યક્તિની પૂર્ણ સ્વતંત્રતા છે. ગફૂરે કહ્યું કે પાકિસ્તાનમાં ખરાબની સરખામણીએ સારો વિકાસ વધારે થયો છે. અને આંતરરાષ્ટ્રીય મીડિયાને સારી ચીજ વસ્તુઓને પણ દેખાડવું જોઇએ.
શું છે સર્જિકલ સ્ટ્રાઇક ?
સર્જિકલ સ્ટ્રાઇક એ એક એવી સૈન્ય કાર્યવાહી છે, જેમાં એક કરતા પણ વધારે સૈન્ય લક્ષ્યાંકોને નુકશાન પહોચાડવામાં આવે છે. અને ત્યાર બાદ હુમલો કરનારી સૈન્ય ટૂકી તૈયારીમાં પાછી આવી જાય છે. આ પ્રકારની કાર્યવાહીમાં પ્રયાસ કરવામાં આવે છે, કે સ્થાનિકોના રહેણાંક, જેમકે આજુબાજુની ઇમારતો, બિલ્ડિંગ, વાહન અને સાર્વજનિક આધારભૂત સંરચનાઓને ઓછું નુકશાન કરવું, 2016માં ભારતીય સેનાએ પીઓકેમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરીને 7 આતંકી શિબિરોને ધ્વસ્ત કર્યા હતા. અને 38 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.