Pakistan ના સિંધ પ્રાંતમાં શિયાના સરઘસમાં બોમ્બ બ્લાસ્ટ, 3 ના મોત; 40 લોકો ઘાયલ
અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો, જેમાં શિયા સમુદાયના 3 લોકો માર્યા ગયા હતા.
ઇસ્લામાબાદ: અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનના કબજા બાદ તેની આડઅસર પાકિસ્તાનમાં પણ દેખાવા લાગી છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગુરુવારે વિસ્ફોટ થયો હતો, જેમાં શિયા સમુદાયના 3 લોકો માર્યા ગયા હતા. હંમેશાથી પાકિસ્તાન આતંકવાદને પોષતુ આવ્યું છે. પણ કહેવાય છેકે, જે બીજાના માટે ખાડો ખોદે છે એક દિવસ તે પોતે જ તેમાં પડે છે. નાપાક પાકિસ્તાન સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. હંમેશાથી પાકિસ્તાન ભારત સાથે કોઈકને કોઈક વાતે અવળચંડાઈ કરતું આવ્યું છે. એજ કારણ છેકે, તેના ભાગ રૂપે પાકિસ્તાનમાં અવાર નવાર હુમલા થતા રહે છે અને પોતાના જ કરેલાં પોતાના હૈયે વાગે છે.
સિંધ પ્રાંતમાં સરઘસ પર હુમલો કરાયો:
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતના બહવાન નગરમાં શિયા સમુદાયના લોકો તેમનું સરઘસ કાઢી રહ્યા હતા. તે દરમિયાન સરઘસ પર હુમલો થયો હતો. આ હુમલામાં 3 લોકોના મોત થયા. જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઈ હતી. જેની આડમાં હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા.
મુસ્લિમ દેશમાં શિયાઓનું જીવન જોખમમાં છે:
જણાવી દઈએ કે ભલે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. પરંતુ ત્યાં શિયા, અહમદી અને કાદિયાની મુસ્લિમો હંમેશા કટ્ટરવાદીઓના નિશાન રહ્યા છે. કટ્ટરવાદીઓના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે કાયદો બનાવીને અહમદીઓને બિન-મુસ્લિમ જાહેર કર્યા છે. એટલું જ નહીં સમયાંતરે કટ્ટરવાદીઓ શિયા મુસ્લિમો પર હુમલા કરતા રહે છે. જ્યારે શિયાઓ મોહરમની આસપાસ તેમના શોક સરઘસ કાઢે છે, ત્યારે કટ્ટરવાદીઓ તેમના પર હુમલો કરવામાં અચકાતા નથી.