કોરોના: સુધરતું નથી પાકિસ્તાન, SAARC દેશોની વીડિયો કોન્ફ્રેસિંગને કરી બાયકોટ
કોરોના વાયરસ (Coronavirus)એ આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. એવામા6 ભારત સાથે દુશ્મની નિભાવવાના ચક્કરમાં પાકિસ્તાન પોતાના જ લોકોનો જીવ દાવ પર લગાવી રહ્યું છે. પાકિસ્તાન, કોરોના મહામારીનો સામનો કરવા માટે સાર્ક દેશો વચ્ચે સહયોગ વધવાને બદલે હલકી હરકત કરી રહી છે અને પોતાના જ દેશના લોકોના જીવ સાથે રમી રહ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)એ આખી દુનિયામાં હડકંપ મચાવ્યો છે. એવામા6 ભારત સાથે દુશ્મની નિભાવવાના ચક્કરમાં પાકિસ્તાન પોતાના જ લોકોનો જીવ દાવ પર લગાવી રહ્યું છે. પાકિસ્તાન, કોરોના મહામારીનો સામનો કરવા માટે સાર્ક દેશો વચ્ચે સહયોગ વધવાને બદલે હલકી હરકત કરી રહી છે અને પોતાના જ દેશના લોકોના જીવ સાથે રમી રહ્યું છે.
પાકિસ્તાન કોરોન સંકટમાં સહયોગની વચ્ચે સાર્ક સેક્રેટરીએટના નિયમો હેઠળ તમામ મીટિંગ લાવવાની દલીલ આપી રહ્યું છે. પાકિસ્તના સરકારે કાલે ટ્રેડ ઓફિશિયલની વિડિયો કોન્ફ્રસિંગને બાયકોટ કરી પોતાની તરફથી એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું.
ભારતીય સૂત્રોએ તેને પાકિસ્તાનની હલકી માનસિકતા ગણાવી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોની વીડિયો કોન્ફરસિંગની શરૂઆત કરી હતી, ત્યારે વડાપ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના જેવી મહામારી સામે લડવા માટે SAARC દેશોના તમામ મેતભેદ ભુલાવીને એક સાથે આવવું જોઇએ અને ભારત પોતાના તમામ પડોશી દેશોની મદદ કરવા માટે તૈયાર છે.
આ દરમિયાન પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વીડિયો કોન્ફ્રસિંગમાં સામેલ થયા ન હતા અને ત્યાંના એક જૂનિયર મંત્રીને તેમાં મોકલવામાં આવ્યા હતા. તેમાં પણ મોટી વાત એ હતી કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ તે કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો. પાકિસ્તાનની આ સમયે પણ ઘોર નિંદા થઇ હતી. હવે કાલે પાકિસ્તાન ફરીથી ઓફિશિયલ કોન્ફ્રસિંગને બાયકોટ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર