પેશાવર: પાકિસ્તાનના ઉત્તર વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ટાર્ગેટ સિલેક્ટ કરીને મુસાફરો ભરેલી એક બસને નિશાન બનાવવામાં આવી જેમાં ચીનના 6 નાગરિકોના પણ મોત થયા છે. મૃતકોમાં એક પાકિસ્તાની જવાન પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ એ સ્પષ્ટ નથી થયું કે બોમ્બ બસની અંદર પ્લાન્ટ કરાયો હતો કે પછી તેને બહારથી નિશાન બનાવવામાં આવી. આ વિસ્ફોટ બાદ એક ચીની એન્જિનિયર અને એક પાકિસ્તાની જવાન ગુમ છે. અકસ્માતમાં ઘાયલ લોકોના રેસ્ક્યૂ માટે એર એમ્બ્યુલન્સને તત્કાળ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 


Afghanistan: આતંકીઓએ કર્યો નરસંહાર, 22 અફઘાન સૈનિકોને ગોળીથી વીંધી નાખ્યા


અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટમાં 6 ચીની નાગરિકો, સેનાનો એક જવાન અને એક સ્થાનિક નાગરિકના મોત થયા છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. બસમાં કુલ 30 ચીની એન્જિનિયર સવાર હતા. બસ બધાને લઈને કોહિસ્તાન સ્થિત દસૂ ડેમ સાઈટ પર જઈ રહી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube