Afghanistan: આતંકીઓએ કર્યો નરસંહાર, 22 અફઘાન સૈનિકોને ગોળીથી વીંધી નાખ્યા
અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તાલિબાનની બર્બર અને કાયરતાપૂર્ણ હરકતનો ખૌફનાક વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તાલિબાનની બર્બર અને કાયરતાપૂર્ણ હરકતનો ખૌફનાક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગોળી ખતમ થઈ જતા અફઘાન કમાન્ડોએ તાલિબાન સામે આત્મસમર્પણ કર્યું હતું. તેઓ સતત સરન્ડરની વાત કરી રહ્યા હતા. આમ છતાં કટ્ટરપંથી તાલિબાની આતંકીઓએ નિહત્થા સૈનિકો પર ખુબ ગોળીઓ વરસાવી અને મારી નાખ્યા. જેમાં 22 જેટલા અફઘાન સેનાના કમાન્ડો (22 Afghan Armed Forces commandos) આ નિર્મમ નરસંહારનો ભોગ બન્યા.
16 જૂનના રોજ થયો નરસંહાર
સીએનએનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ નરસંહાર અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતના દૌલતાબાદ વિસ્તારમાં 16 જૂનના રોજ થયો હતો. CNN એ આ નિર્મમ હુમલા અંગેનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. હકીકતમાં અહીં તાલિબાનની બઢત જોતા સરકારે અમેરિકાથી તાલિમબદ્ધ કમાન્ડોની એક ટીમ મોકલી હતી જેથી કરીને આ વિસ્તાર પર ફરીથી કબજો મેળવી શકાય. આ ટુકડીમાં એક રિટાયર આર્મી જનરલનો પુત્ર પણ સામેલ હતો. હથિયાર ખતમ થયા બાદ તેમણે મદદ માંગી હતી પરંતુ એવું મદદ શક્ય બની નહીં અને આ તકનો ફાયદો ઉઠાવીને તાલિબાની હેવાનોએ આ ટીમને ઘેરીના મારી નાખી.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અફઘાન સૈનિકો પોતાના હાથ ઉઠાવીને ચાલી રહ્યા છે અને કેટલાક તો જમીન પર ઝૂકેલા છે. વીડિયોમાં અવાજ આવી રહ્યો છે જેમાં કહેવાઈ રહ્યું છે કે ગોળી ન મારો, ગોળી ન મારો. હું રહેમની ભીખ માંગુ છું. ત્યારબાદ આતંકવાદીઓ અલ્લાહ હૂ અકબરના નારા લગાવીને નિહત્થા સૈનિકો પર ફાયરિંગ કરે છે.
રેડ ક્રોસની ટીમે કરી પુષ્ટિ
રેડ ક્રોસે પુષ્ટિ કરી છે કે 22 કમાન્ડોના મૃતદેહો મળી આવ્યા છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે હજુ પણ તેમના કબજામાં 24 કમાન્ડો છે. પરંતુ તેની પુષ્ટિ માટે કોઈ પુરાવા આપ્યા નથી. જો કે અફઘાન રક્ષા મંત્રાલયે કહ્યું કે તાલિબાને કમાન્ડોને મારી નાખ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે