ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી ધારા-370 દૂર કરવાના મોદી સરકારના નિર્ણયથી હચમચી ગયેલા પાકિસ્તાને જણાવ્યું કે, કોઈ પણ એક પક્ષીય નિર્ણયથી રાજ્યની વિવાદિત સ્થિતિમાં પરિવર્તન આવશે નહીં. આ દરમિયાન કાશ્મીરની બદલાયેલી સ્થિતિ અંગે ચર્ચા માટે પાકિસ્તાને બુધવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવ્યું છે. પહેલા આ સંયુક્ત સત્ર મંગળવારે બોલાવાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ દેશની સંસદમાં સંયુક્ત સત્રનું આહ્વાન કર્યું છે. આ સંયુક્ત સત્ર 7 ઓગસ્ટના બોલાવાશે, જેમાં કાશ્મીરમાં બદલાયેલી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાનના સુરક્ષા દળોના પ્રમુખ પણ આ બેઠકમાં સામેલ થશે. 


J&Kમાં 370 નાબૂદ, પરંતુ દેશના 11 રાજ્યોમાં લાગુ છે આવો જ વિશેષ કાયદો... જાણો 


ઉલ્લેખનીય છે કે, ભારતના ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 દૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે ભારતના બંધારણની ધારા-370ના ભાગ-1 સિવાયના અન્ય ભાગને રદ્દ કરવાની ભલામણ કરી છે. સાથે જ જમ્મુ-કાશ્મીરને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો અને તેને બે ભાગમાં વહેંચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. લદાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. 


આ પાંચ બાબતો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે કાશ્મીર 


પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ જણાવ્યું કે, પાકિસ્તાન સંયક્ત રાષ્ટ્ર, ઈસ્લામિક સહયોગ સંગઢન, મિત્ર દેશો અને માનવાધિકાર સંગઠનોને અપીલ કરશે તેઓ આ મુદ્દે ચુપ ન રહે. કુરેશીએ કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ પહેલા કરતાં વધુ ગંભીર છે. અમે કાયદાના નિષ્ણાતો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય લઈશું. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....