ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સાંસદ રિયાઝ ફાટયાનાએ બુધવારે કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટેનો નુસ્ખો જણાવ્યો. સંસદમાં કોરોના અંગે ચર્ચા કરતા રિયાઝે કહ્યું કે, તીડ ખાવાને કારણે ઇમ્યુનિટી વધે છે. સરકાર આ દાવાની તપાસ કરાવે. લોકોને તીડ ખાવાની મંજુરી આપે. પાકિસ્તાન પોતે જ કોરોના વાયરસનું કામ તમામ કરી દેશે. રિયાઝ ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇન્સાફના સાંસદ છે. ત્રણ દિવસ પહેલા જ કેબિનેટ મંત્રી જરતાલ ગુલે જણાવ્યું હતું કે, કોવિડ 19 નો અર્થ છે કે વાયરસમાં 19 પોઇન્ટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનાં 40 % પાયલોટ પાસે નકલી ડિગ્રી, ઉડ્યન મંત્રીએ સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

કોરોના સંકટ અને રિયાઝનો દાવો
પાકિસ્તાની સંસદમાં બુધવારે કોરોના સંકટ અંગે ચર્ચા થઇ. સરકાર તરફથી બોલનારાઓની યાદીમાં રિયાઝનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, લોકો માને છે કે, તીડ ખાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે. તેને ખતમ કરી શકાય છે. આ અંગે સંશોધન થવું જોઇએ. જો તે સાબિત થાય છે તો પાકિસ્તાની લોકો પોતાનાં જ દમ પર જ કોરોનાનું કામ તમામ કરી દેશે. સરકારે કાંઇ જ કરવાની જરૂર નહી પડે. 


દુબઇમાં લૂંટના ઇરાદે હાઇપ્રોફાઇલ ગુજરાતી દંપત્તીની હત્યા, પાકિસ્તાની હત્યારો ઝબ્બે

સંસદીય સમિતીનાં અધ્યક્ષ છે રિયાઝ
રિયાઝ કાયદો અને વ્યવસાય મુદ્દાની સંસદીય સમિતીના અધ્યક્ષ પણ છે. થોડા દિવસો પહેલા જ તેને મોંઘવારી ઘટાડવા અંગે પણ ભલામણ કરી હતી. જો મોંઘવારી પર કાબુ મેળવવો હોય તો લોકોએ તે વસ્તુઓ ન ખાવી જોઇએ જે મોંઘી હોય. આ ભલામણ તેણે ત્યારે કરી જ્યારે પાકિસ્તાનમાં અનાજ અને દાળ ખુબ જ મોંઘા થઇ ગયા હતા. 


અમેરિકામાં હેટ ક્રાઇમ: ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર ભડકાઉ નારા, ભગવાનની મુર્તિઓ તોડી

કેબિનેટ મંત્રીનું જ્ઞાન પણ વાયરલ
21 જુને પાકિસ્તાનની ગ્લોબલ વોર્મિંગ જરતાજ ગુલે કોવિડ 19 ની એક અલગ જ પરિભાષા આપી હતી. એક ઇન્ટરવ્યુમાં ગુલે કહ્યું કે, કોવિડ 19નો અર્થ તેમાં 19 પોઇન્ટ છે.તે કોઇ પણ દેશમાં ગમે તે પ્રકારે એપ્લાય થઇ શકે છે. આપણે આપણી ઇમ્યુનિટી ડેવલપ કરવી જોઇએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube