નવી દિલ્હી: બાલાકોટમાં ભારતીય વાયુસેનાની તરફથી જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાન ખુબજ દબાણમાં છે અને હવે તેમણે આ નિર્ણય કર્યો છે કે તેઓ ભારતથી અડીને બોર્ડર પાસે તેમના ફાઇટર પ્લેનની સંખ્યા વધારશે. વાયુસેનાના સુત્રો અનુસાર પાકિસ્તાને F16 ફાઇટર પ્લેનનું નવું સ્ક્વાડ્રન બનાવ્યું છે, જેને મુશફ એર બેઝમાં બનાવવામાં આવ્યુ છે. રિપોર્ટના અનુસાર નવા સ્ક્વાડ્રનનું નામ ‘Aggressor’ રાખવામાં આવ્યું છે અને પાકિસ્તાન આ નવું સ્ક્વાડ્રન નંબર 29 ના નામથી ઓળખાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ઝિમ્બાબ્વે: એવું ભયાનક તોફાન આવ્યું કે, મૃતદેહો પાણીમાં વહીને બીજા દેશમાં પહોંચ્યા


વાયુસાનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ક્વાડ્રન 29માં કુલ 8 F16 ફાઇટર પ્લેન સામેલ કરવામાં આવ્યા છે. જે કોઇપણ ઇમર્જન્સી સ્થિતિમાં ભારતની સામે તાત્કાલીક કાર્યવાહી કરી શકશે.


ભૂખથી તરફડીને મરી ગઈ વ્હેલ, પેટમાંથી નિકળ્યું અધધધ 40 કિલો પ્લાસ્ટિક!


પાકિસ્તાનના મુશફ એર બેઝ પહેલા સરગોધાના નામથી પણ ઓળખાતું હતું. જે પાકિસ્તાનનું સૌથી જૂનુ એરબેઝ છે. પાકિસ્તાનની પાસે કુલ લગભગ 30 સ્ક્વાડ્રન છે. ત્યારે ભારતીય વાયુસેનાની પાસે માત્ર 34 સ્ક્વાડ્રન અને જ્યારે વર્ષ 2019-20માં ભારતીય વાયુસેના તેમના જૂના પડમાં ગયેલા મિગ 21 અને મિગ 27ને ફેઝ આઉટ કરશે તો સ્ક્વાડ્રનની સખ્યાં ઘટી 33 થઇ જશે. ભારતીય વાયુસેનાને ઓછામાં ઓછા 42 સ્ક્વાડ્રનની જરૂરીયાત છે. જેથી ભારત પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરી શકે છે.


વધુમાં વાંચો: Exclusive: બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની મદદ માટે સામે આવ્યું ચીન


અમે તમને જણાવી દઇએ કે પાકિસ્તાનના સરગોધામાં પાક વાયુસેના સન્ટ્રલ એર કમાન્ડનું સેન્ટર છે અને વર્ષ 2003માં તેનું નામ બદલી પાકિસ્તાન મુશફ બેઝ રાખવામાં આવ્યું હતું.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....