ઈસ્લામાબાદ: પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે રીતે વણસી ગયા છે તે દરમિયાન પાકિસ્તાન સતત ભારત વિરુદ્ધ નવા પેંતરા અજમાવી રહ્યું છે. પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો છે જેમાં મની લોન્ડરિંગ પર  ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપમાં ભારતને સામેલ કરવા બદલ પાકિસ્તાને આપત્તિ વ્યક્ત કરી છે. આ જાણકારી શનિવારે સામે આવી છે. વાત જાણે એમ છે કે પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદ વિરુદ્ધ ભારતના આકરી કાર્યવાહી અને ઉપરાછાપરી પ્રહારોથી પાકિસ્તાન ડરેલુ છે. પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે બાલાકોટમાં જૈશના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરીને તેને તબાહ કરી નાખ્યું હતું. હવે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદના ફંડિગની નિગરાણી કરતી સંસ્થા FATFને ભલામણ કરી છે કે ભારતને સંસ્થાના એશિયા પ્રશાંત સંયુક્ત સમૂહના સહ અધ્યક્ષ પદથી હટાવવામાં આવે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત સહ અધ્યક્ષ હોય તો પાકિસ્તાનને લઈને નિષ્પક્ષ સમીક્ષા થઈ શકે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીયો પર હુમલો કર્યો, પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ


પાકિસ્તાનના નાણામંત્રી અસદ ઉમરે પેરિસ સ્થિત FATFના અધ્યક્ષ માર્શલ બિલિંગસલીઆને લખેલા એક પત્રમાં ભારત સિવાય કોઈ અન્ય દેશને એશિયા પેસિફિક જોઈન્ટ ગ્રુપના સહ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવા માટે કહ્યું છે જેથી કરીને FATFની સમીક્ષા પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને વસ્તુનિષ્ઠ રહી શકે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...