નવી દિલ્હી: પાકિસ્તાને પોતાના કબ્જાવાળા કાશ્મીર (પીઓકે)માં નિયંત્રણ રેખા (એલઓસી)ની 30 કિમી અંદર એક જગ્યાએ લગભગ બે હજાર જેટલા સૈનિકો તહેનાત કર્યા છે. આ જાણકારી ભારતીય સેનાના સૂત્રોએ આપી. મળતી માહિતી મુજબ પીઓકેમાં જવાનોને બાગ અને કોટલી સેક્ટરમાં રાખવામાં આવ્યાં છે. આ બાજુ પીઓકેમાં મોટા પાયે થઈ રહેલી હલચલને જોતા ભારતીય સુરક્ષા એજન્સીઓ એકદમ અલર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જવાનોની તહેનાતી કરવા અંગેની આ ગતિવિધિ ભારત સાથેના વધતા તણાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનું એ રક્ષાત્મક પગલું હોઈ શકે છે. સ્થાનિક ઈનપુટ સહિત વિભિન્ન ગુપ્ત સ્ત્રોતોના માધ્યમથી જવાનોની તહેનાતી અને સ્થાનની પુષ્ટિ થઈ છે. 


EXCLUSIVE: પીઓકેમાં  LoC નજીક પાકિસ્તાની સેના, ISIએ બનાવ્યાં નવા આતંકી કેમ્પ


સુરક્ષા એજન્સીઓની બાજ નજર
સુરક્ષા એજન્સીઓ પાકિસ્તાનમાં સેનાની અવરજવર પર બાજ નજર રાખી રહી છે અને એ જાણકારી મેળવવાની કોશિશ થઈ રહી છે કે તેનાથી ભારતને હાલ કોઈ ખતરો તો નથી ને. 


પાકિસ્તાનની સેનાનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવવાનું પગલું લેવાયા બાદથી બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોવાની વાત કરી છે. પાકિસ્તાને કાશ્મીર ખીણમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા માનવાધિકારોના ભંગનો આરોપ લગાવતા કાશ્મીરીઓના પડખે હોવાનું વચન આપ્યું છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...