Pakistan: ઇમરાન સરકારે ભારતની સાથે વેપાર શરૂ કરવા આપી મંજૂરી, કપાસ-ખાંડ ખરીદશે પાક
Pakistan India Trade Resumption: પાકિસ્તાન સરકારે ભારતની સાથે વેપાર ફરી શરૂ કરવા મંજૂરી આપી છે. પાકિસ્તાન ભારત પાસેથી કોટન અને ખાંડ આયાત કરશે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર (imran khan government) એ ભારતમાંથી કોટન અને ખાંડની આયાતને મંજૂરી આપી છે. પાકિસ્તાનની કેબિનેટ આર્થિક સમન્વય સમિતિએ બુધવારે ભારતની સાથે વેપાર ફરી શરૂ કરવાને મંજૂરી આપી છે. પાકિસ્તાન 30 જૂન 2021થી ભારત પાસેથી કોટન આયાત કરશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સરકારે ખાનગી ક્ષેત્રને ભારત પાસે ખાંડની આયાતને મંજૂરી આપી છે.
પાકિસ્તાને વર્ષ 2016માં ભારત પાસે કોટન અને અન્ય કૃષિ ઉત્પાદકોની આયોત રોકી દીધી હતી. સૂત્રો પ્રમાણે પાકિસ્તાનમાં ખાંડની વધતી કિંમત અને સંકટનો સામનો કરી રહેલા કપડા ઉદ્યોગને બચાવવા માટે પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાને મંજૂરી આપી છે. બન્ને દેશોમાં તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ પાકિસ્તાનનો ભારતની સાથે સંબંધ સુધારવાની દિશામાં પ્રથમ મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ આ દેશના રાષ્ટ્રપતિની ગંદી હરકતનો VIDEO વાયરલ, મહિલાના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ
આ પહેલા ઓગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ પાકિસ્તાને ભારતની સાથે સંબંધ તોડી દીધા હતા. પાકિસ્તાન સરકાર ખાંડ અને કોટનની આયાત તેવા સમય પર કરવા જઈ રહ્યું છે જ્યારે આ બન્ને માટે પાકિસ્તાને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પાકિસ્તાન સરકારનો આ નિર્ણય બન્ને દેશો વચ્ચે સામાન્ય થતા સંબંધની શરૂઆત માનવામાં આવી રહ્યો છે.
ઇમરાન ખાને પીએમ મોદીને લખ્યો પત્ર
આ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને એક પત્ર લખી કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીર મુદ્દા સહિત બન્ને દેશો વચ્ચે રહેલા બધા મુદ્દાનું સમાધાન કરવાને લઈને સાર્થક અને પરિણામ આપનાર વાર્તા માટે અનુકૂળ માહોલ બનાવવો જરૂરી છે. ખાને આ પત્ર પાકિસ્તાન દિવસ પર પાછલા સપ્તાહે પીએમ મોદી દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા સંદેશના જવાબમાં લખ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube