Pakistan Voting Results Imran Khan: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે. રિંગણ- બોટલ, ખાટલો, વાટકી જેવા ચૂંટણી ચિન્હવાળા ઉમેદવારો જીતી ગયા છે. એટલે કે અપક્ષ ઉમેદવારોએ કમાલ કરી નાખ્યો છે. આ તમામ જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારો હતા જેમને પીટીઆઈનું ચૂંટણી ચિન્હ ન મળવાના કારણે આવા ચૂંટણી ચિન્હો પર ચૂંટણી લડવી પડી. અડધી રાત બાદ પાકિસ્તાન ચૂંટણી પરિણામોની અપડેટથી સોશિયલ મીડિયા છલકાઈ ગયું. ઈમરાન ખાનની પાર્ટીએ 150થી વધુ બેઠકો પર લીડનો દાવો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઈગર બનવાની કોશિશ કરી રહેલા નવાઝ શરીફનું ફરીથી વઝીર એ આઝમ બનવાનું સપનું જાણે ચકનાચૂર થયું છે. તેમને સેનાનો સપોર્ટ હતો. પરંતુ ઈમરાન ખાન સામે બધા આઉટ થઈ ગયા. જો કે હજુ અધિકૃત રીતે પરિણામ જાહેર થયા નથી અને ઈમરાન ખાનનું જૂથ ધાંધલીની આશંકા પણ વ્યક્ત કરી રહ્યું છે. તેનું કહેવું છે કે પીટીઆઈને બહુમત મળતો જોઈને જાણી જોઈને પરિણામોમાં વિલંબ કરાઈ રહ્યો છે. 


ઈમરાન ખાનના ટ્વીટર હેન્ડલથી અડધી રાતે એક ટીવી ગ્રાફિક્સ શેર કરવામાં આવ્યું હતું જેમાં દેખાડવામાં આવ્યું હતું કે પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારો 125 બેઠકો પર આગળ છે. બાદમાં આ આંકડો 150થી ઉપર જતો રહ્યો. નવાઝ શરીફની પીએમએલ-એનને 44 જ્યારે બિલાવલ ભુટ્ટો જરદારીની પાર્ટીને ફક્ત 28 બેઠકો મળતી જોવા મળે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube