ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના પ્રમુખ ઇમરાન ખાને પહેલીવાર પાકિસ્તાની નાગરિકોને સંબોધિત કર્યા હતા. દેશને સંબોધિત કરતા તેણે કહ્યું કે, દેશને માણસાઇથી ભરેલુ વ્યક્તિત્વ બનાવીશ.આપણે નબળા લોકો માટે કામ કરીશું. પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઇ રહેલા ઇમરાન ખાને કહ્યું કે, અલ્લાહે મને તક આપી. પાકિસ્તાનની સેવાની તક મળી. પાકિસ્તાન માટે 22 વર્ષ સંઘર્ષ કર્યો. હું પાકિસ્તાનને મોદી જેવો બનાવવા માંગુ છું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજનીતિમાં આવવા પાછળના રાજનો ખુલાસો કરતા ઇમરાને કહ્યું કે, હું જણાવવા માંગુ છું કે 22 વર્ષ પહેલા રાજકારણમાં આવ્યો ત્યાર બાદ ઉપરવાળાએ બધુ જ આપ્યું. હું કાંઇ પણ કર્યા વગર આરામથી મારૂ જીવન પસાર કરી શક્યો હોત પરંતુ જ્યારે હું દેશમાં નિકળતો હતો ત્યારે ઘણી પરિસ્થિતીઓને જોઇએ. દેશમાં ભ્રષ્ટાચારને જોતા રાજનીતિમાં આવવા માટે મજબુર થયો. 

ઇસ્લામાબાદાબમાં તેમણે પીસીમાં કહ્યું કે, હું પાકિસ્તાનને કરેલુ મારૂ વચન નિભાવીશ. પોતાના ચૂંટણી ઢંઢેરાને લાગુ કરવાની તક મળી. આ ચૂંટણીમાં ઘણા લોકો કુર્બાનિઓ આપી. પાકિસ્તાનના લોકોએ લોકશાહીને મજબુત બનાવી. ઇમરાન ખાતે ચૂંટણીમાં જીત પ્રાપ્ત કર્યા બાદ પહેલીવાર દેશના નામે કરેલા સંબોધનમાં કહ્યું કે, હું માણસાઇથી ભરેલો દેશ બનાવીશ. નબળા લોકો માટે કામ કરીશ.

તેમણે કહ્યું કે, દેશની ઓળખ અમીરીથી નથી થતી પરંતુ તેના કારણે થાય છે કે ગરીબ લોકોનું જીવન કેવી હોય છે અને તેઓ કોઇ પણ પ્રકારે રહે છે. ઇમરાને કહ્યું કે, અમે પાકિસ્તાનને આ રીતે ચલાવીશું જેને ક્યારે પણ અગાઉની સરકારે નહી ચલાવ્યો હોય. અત્યાર સુધી જે હુકમરાન આવ્યા તેમણે પોતાની શાન અને શોકત ખર્ચ કર્યા, તેના ખર્ચાને જોતા ટેક્સ નહોતા ભરતા. પહેલા લોકો પોતાના માટે ખર્ચ નહી કરી. અમે એવું વાતાવરણ બનાવીશું કે લોકો ટેક્સ ભરવા માટે આગળ આવે. સરકારના પૈસાનો યોગ્ય ઉપયોગ કરીશ.


પીટીઆઇ ચીફ ઇમરાન ખાતે પાકિસ્તાનની જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે, અલ્લાહે તેમના 22 વર્ષના સંઘર્ષનું યોગ્ય પરિણામ આપ્યું છે. જો કે તેમણે વડાપ્રધાન આવાસમાં રહેવાની સ્પષ્ટ મનાઇ કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ આ મકાનનો ઉપયોગ જનતાના હિત માટે કરશે. ઇમરાન ખાને ભ્રષ્ટાચાર નાબુદ કરીને પાકિસ્તાનમાં રોકાણ વધારવાની પહેલ કરવા પણ જણાવ્યું હતું. તેણે કહ્યું કે, પાકિસ્તાન અમે એ રીતે ચલાવશુ જેવું અગાઉ ક્યારે પણ ચાલ્યું નહી હોય. 

ઇમરાને જો કે કાયદો તોડનારાઓ વિરુદ્ધ જણાવ્યું કે, જે લોકો કાયદા વિરુદ્ધ જશે, અમે તેની વિરુદ્ધ કડકમાં કડક પગલા ઉઠાવીશું. ઇમરાન ખાને ચીનનું ઉદાહરણ આપીને તેના વખાણ પણ કર્યા હતા. ઇમરાને કહ્યું કે, આપણા લોકોને ગરીબીમાંથી કાઢવા માટે પ્રતિબદ્ધ છું. દેશનાં નીચલા તબક્કાને ઉપર ઉઠાવવા માટે સંપુર્ણ પ્રયાસો કરવામાં આવશે. પાકિસ્તાન એવો દેશ બને જ્યાં અમે નબળા તબક્કાની જવાબદારી સ્વિકારી શકીએ.