Pakistan News: પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની બુધવારે વહેલી સવારે લાહોરમાં પોલીસે ધરપકડ કરી લીધી. તેમની પાર્ટીના નેતા ફારુખ હબીબના જણાવ્યાં મુજબ ચૌધરીને તેમના ઘરેથી અટકાયતમાં લેવાયા હતા. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરપકડ થઈ તેના કલાક પહેલા તેઓ પાર્ટી કાર્યકરો સાથે લાહોરમાં પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના જમાન પાર્ક ઘરની બહાર ભેગા થયા હતા. તેમનો દાવો હતો કે પાર્ટી પ્રમુખની ધરપકડ કરવાની સરકાર યોજના ઘડી રહી છે. પીટીઆઈના નેતાના ભાઈ ફૈસલ ચૌધરીએ જણાવ્યું કે તેમને તેમના ઘરની બહાર સવારે 5.30 વાગે વગર નંબર પ્લેટની ચાર કારમાં લઈ જવાયા. તેમણે કહ્યું કે પરિવારને ફવાદના લોકેશન અંગે જાણકારી નથી અને અમને તેમના વિરુદ્ધ એફઆઈઆર અંગે પણ કોઈ વિગતો આપવામાં આવતી નથી. 


ચૂંટણી પંચના સચિવ ઉમર હમીદની ફરિયાદના આધારે ઈસ્લામાબાદના કોહસર પોલીસ મથકમાં પીટીઆઈના નેતા  વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ફરિયાદમાં ફવાદ વિરુદ્ધ પાકિસ્તાન દંડ સહિતાની કલમ 153 એ (સમૂહો વચ્ચે દુશ્મની વધારવી), 506 (અપરાધિક ધમકી), 505(જાહેર શરારત કરનારું નિવેદન), અને 124(એ) દેશદ્રોહનો ઉલ્લેખ છે. 


ગરીબી-ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને ખાસ મિત્રએ જ કર્યો દગો?


પાકિસ્તાન નહીં, આ દેશ સૌથી વધુ દેવામાં ડૂબેલા છે; નામ સાંભળીને તમે ચોંકી જશો


શું તમે ક્યારેય સુમો પહેલવાનનો ડાન્સ જોયો છે? આ Video તમને હસાવીને પાગલ કરી દેશે


ચૂંટણી પંચની ફરિયાદમાં કહેવાયું છે કે ચૌધરીએ પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાનના ઘરની બહાર એક ભાષણમાં પાકિસ્તાન ચૂંટણી પંચને ધમકી આપી અને કહ્યું કે જે લોકો (પંજાબમાં) કાર્યવાહક સરકારનો ભાગ બનશે, તેમનો ત્યાં સુધી પીછો કરાશે જ્યાં સુધી તેમને દંડિત કરવામાં નહીં આવે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube