Pakistan: ગરીબી-ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને ખાસ મિત્રએ જ કર્યો દગો? 72 કલાકનીં અંદર કરવું પડશે આ કામ

આ બધા વચ્ચે દેશના નાણામંત્રી ઈશાક ડાર કતાર માટે રવાના થઈ ગયા છે. તેમનો હેતુ રણનીતિક વેચાણમાં ખાડી દેશોના રસની માહિતી મેળવવાનો છે. ધન ભેગું કરવા માટે જાહેર સાહસોના શેર પણ વેચવામાં આવ્યા છે. પાકિસ્તાનના અધિકારીઓએ હવે એ નક્કી કરવાનું છે કે સરકારી સંસ્થાનો માટે શું કિંમત નક્કી કરાશે. ગત વર્ષ એપ્રિલમાં કતાર અને યુએઈ સાથે અનેક તબક્કાની વાતચીત બાદ પણ તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. 

Pakistan: ગરીબી-ભૂખમરા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને ખાસ મિત્રએ જ કર્યો દગો? 72 કલાકનીં અંદર કરવું પડશે આ કામ

પાકિસ્તાનના એક અખબારે સૂત્રોના હવાલે જણાવ્યું છે કે આગામી 72 કલાકમાં પાકિસ્તાને 50 કરોડ ડોલરનું દેવું ચૂકવવાનું છે. આ દેવું તેના જ ખાસમખાસ મિત્ર ચીનની એક કોમર્શિયલ બેંકને ચૂકવવું પડશે. આ કારણે વિદેશી મુદ્રા ભંડાર ચાર અબજ ડોલરથી નીચે જતો રહેશે. આ સાથે જ પાકિસ્તાનને નવી કોઈ મદદ મળી હોય તેવી પણ કોઈ જ માહિતી નથી. 

નાણા મંત્રાલયના સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે ચીનની એક કોમર્શિયલ બેંકને 30 કરોડ ડોલરનું કરજ ચૂકવવાનું છે. ચીની  બેંકના આ કરજને ચૂકવ્યા બાદ આ સપ્તાહના અંત સુધીમાં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 3.5 અબજ ડોલર સુધી પહોંચી જશે. 

પાકિસ્તાન માટે આગામી 72 કલાક મહત્વના
સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન તરફથી કહેવાયું છે કે આગામી પાંચ દિવસમાં પાકિસ્તાને 3 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે. જેમાંથી ચીનનો એક મોટો હિસ્સો સામેલ છે. જો કે સેન્ટ્રલ બેંકના ગવર્નર જમીલ અહેમદ દ્વારા અપાયું નિવેદન પણ કઈક આશાનું કિરણ બની રહ્યું છે. અહેમદે જણાવ્યું કે 15 અબજ ડોલરવું કરજ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં ચૂકવી દેવાશે.  જેનાથી હાલ દેશ ગરીબીથી બચેલો છે. હવે દેશે 3 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે. આ નાણાકીય વર્ષના બાકીના સમયમાં પણ આ લક્ષ્યાંક હાંસિલ કરી લેવાશે. પરંતુ આમ છતાં પાકિસ્તાન માટે આગામી 72 કલાક ખુબ મહત્વના છે. 

કેન્દ્રીય બેંકે સોમવારે દેશની મોનેટરિંગ પોલીસી વિશે પણ જાણકારી આપી. બેંક તરફથી જણાવાયું છે કે દેશને આ નાણાકીય વર્ષમાં 33 અબજ ડોલરની જરૂર છે. જેમાંથી 10 અબજ ડોલરની રાજકોષીય ખાઘ અને 23 અબજ ડોલરનું વિદેશી દેવું સામેલ છે. આગામી પાંચ મહિનામાં આઠ અબજ ડોલર ચૂકવવાના છે. ગવર્નર જમીલ અહેમદના જણાવ્યાં મુજબ આગામી કેટલાક મહિનાઓમાં વિદેશી મદદ આવવાની આશા છે. આવામાં કઈક રાહત મળશે. 

નાણામંત્રી કતાર રવાના
આ બધા વચ્ચે દેશના નાણામંત્રી ઈશાક ડાર કતાર માટે રવાના થઈ ગયા છે. તેમનો હેતુ રણનીતિક વેચાણમાં ખાડી દેશોના રસની માહિતી મેળવવાનો છે. ધન ભેગું કરવા માટે જાહેર સાહસોના શેર પણ વેચવામાં આવ્યા છે. પાકિસ્તાનના અધિકારીઓએ હવે એ નક્કી કરવાનું છે કે સરકારી સંસ્થાનો માટે શું કિંમત નક્કી કરાશે. ગત વર્ષ એપ્રિલમાં કતાર અને યુએઈ સાથે અનેક તબક્કાની વાતચીત બાદ પણ તેનું કોઈ પરિણામ આવી શક્યું નથી. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news