Yasin Malik News: આતંકી યાસીન મલિકની પત્ની પર મહેરબાન પાકિસ્તાન, બનશે કેબિનેટ મિનિસ્ટર
Pakistan Politics Update: પાકિસ્તાનમાં અનવર ઉલ હક કાકરને કેરટેકર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. કાકરની કેબિનેટમાં કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈનને સલાહકાર બનાવવામાં આવી છે.
ઇસ્લામાબાદઃ Pakistan Politics: કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિક (Yasin Malik) ભારતની જેલમાં બંધ છે. ટેરર ફન્ડિંગ કેસમાં દોષી સાબિત થનાર યાસીન મલિકની પત્નીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન (Mushaal Hussein)ને પાકિસ્તાને પોતાની સલાહકાર બનાવી છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે રાજીનામું આપી દીધુ છે. ત્યારબાદ અનવર ઉલ હક કાકરને દેશના કેરટેકર પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. કાકરની કેબિનેટમાં મુશાલ હુસૈન હવે માનવાધિકાર સાથે જોડાયેલા મામલામાં પીએમની મદદ કરશે.
કોણ છે મુશાલ હુસૈન?
યાસીન મલિકની પત્ની મુશાલ હુસૈન (Mushaal Hussein)પાકિસ્તાનની રહેવાસી છે. પાકિસ્તાનના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો પાસે મુશાલ સતત પોતાના પતિ યાસીનને છોડાવવા માટે અપીલ કરી રહી છે. મુશાલ હુસૈનનું કહેવું છે કે યાસીન મલિક નિર્દોષ છે. મુશાલની માતા પાકિસ્તાની મુસ્લિમ લીગની મહિલા એકમની પૂર્વ મહાસચિવના રૂપમાં કામ કરી ચુકી છે. મુશાલના ભાઈ હૈદર અલી મલિક અમેરિકામાં પ્રોફેસર તરીકે ભણાવે છે. તમને જણાવી દઈએ કે મુશાલ પીસ એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરપર્સનના રૂપમાં કામ કરે છે, જે એક પાકિસ્તાની ઓર્ગેનાઇઝેશન છે. પીસ એન્ડ કલ્ચર સંગઠન વૈશ્વિક શાંતિ અને પ્રેમને પ્રમોટ કરવાનું કામ કરે છે.
આ પણ વાંચોઃ હવે આખો દેશ ભીંજાશે! હવામાન વિભાગે કરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જાણો અપડેટ
તિહાડ જેલમાં બંધ છે યાસીન મલિક
વર્ષ 2005માં યાસીન મલિક અને મુશાલની મુલાકાત ઇસ્લામાબાદમાં થઈ હતી. આ દરમિયાન અલગાવવાદી નેતા પોતાની સેપરેટિસ્ટ મૂવમેન્ટના સપોર્ટમાં સમર્થન માટે પાકિસ્તાન પહોંચ્યો હતો. અહીં યાસીને ફૈઝ અહમદ ફૈઝની નઝ્મ વાંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાત થઈ રહી અને 2009માં યાસીને મુશાલ સાથે લગ્ન કરી લીધા હતા. નોંધનીય છે કે યાસીન અને મુશાલની ઉંમરમાં 20 વર્ષનું અંતર છે. હાલમાં યાસીન મલિક દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube