અહો વૈચિત્રમ! સિગરેટ અને શરબત પર હવે `પાપ ટેક્સ` લગાવશે પાકિસ્તાન
પાકિસ્તાન સરકારના મંત્રીઓના અનુસાર તંબાકુ ઉત્પાદન અને મીઠા પીણાઓ પર પાપ કર (સિન ટેક્સ) લગાવવામાં આવશે
ઇસ્લામાબાદ : ગુજરાત અને બિહાર સહિત દેશનાં અનેક વિસ્તારો અને રાજ્યોમાં દારૂબંધી લાગું છે. જો કે પાડોશી દેશ પાકિસ્તાન સિગરેટનાં સેવન પર એક વિચિત્ર પ્રકારનો ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. દેવામાં ડુબેલા પાકિસ્તાને પોતાનાં સ્વાસ્થય બજેટમાં વધારો કરવા માટે હવે દારૂ તથા સિગરેટ પર ટુંક જ સમયમાં 'પાપ કર' લગાવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનનાં સ્વાસ્થયમંત્રી અમીર મહેમુદ કિયાનીએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી.
બુલંદ શહેર હિંસા: VHPએ કહ્યું ગૌહત્યા રોકવામાં પોલીસ રહી નિષ્ફળ...
સ્થાનીક મીડિયાના અનુસાર તેમણે જન સ્વાસ્થય સમ્મેલનમાં કહ્યું કે, તેમની પાકિસ્તાન તહરીક એ ઇંસાફ સરકાર દેશનાં જીડીપીનાં પાંચ ટકાવાળું સ્વાસ્થય બજેટ બનાવવા માંગે છે. અને આ કામ માટે તેણે આવક વધારવી પડશે. તેના માટે સરકાર અનેક પ્રકારનાં ઉપાયો અને નુસ્ખાઓ અંગે વિચારી રહી છે. જે પૈકીનો જ એક ઉપાય એટલે સિગરેટ અને દારૂ પર પાપનો કર નાખવાનો છે.
બુલંદ શહેરકાંડ બાદ યોગીએ ગૌહત્યા મુદ્દે આપ્યા કડક કાર્યવાહીનાં આદેશ, તંત્ર દોડતું થયું...
આ પ્રયોગ હેઠળ તંબાકુના ઉત્પાદન અને નશીલા પીણાઓ પર પાપ કર (સીન ટેક્સ) લગાવી તેનાંથી જે આવક થશે તેને સ્વાસ્થય બજેટમાં ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પાકિસ્તાન સરકાર સ્વાસ્થય પર જીડીપીનાં માત્ર 0.6 ટકા જ ખર્ચ કરે છે. મીડિયા રિપોર્ટમાં મહાનિર્દેશક ડૉ. અસદ હપીઝનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે વિશ્વનાં આશરે 45 દેશોમાં આ પ્રકારનાં ટેક્સ લગાવવામાં આવે છે.
આયુર્વેદનો ચમત્કાર!: ડાયાબિટીસ અને કેંસર માટે રામબાણ ઇલાજ છે 'કાળાઘઉં'...
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાસ સરકાર સમગ્ર વિશ્વમાં પોતાનાં દેશની ગરીબીનાં રોદડા રોયા કરે છે. ગરીબી દુર કરવા માટે તેમણે જ્યાં તમામ ખર્ચાઓમાં કાપ મુક્યા છે, ત્યારે ઇમરાન ખાન સરકારે વડાપ્રધાન આવાસમાં રહેલ ગાડીઓથી માંડીને ભેંસની પણ નિલામી કરી દીધી હતી. પાકિસ્તાન દેવામુક્તિ મેળવવા માટે ન માત્ર વર્લ્ડ બેંક પરંતુ અનેક દેશો પાસે પણ આર્થિક મદદ માંગી ચુક્યું છે.