પાકિસ્તાને સ્વિકાર્યું- PoK, ગિલગિત-બાલ્ટિસ્તાનને ભારતનો ભાગ ગણાવ્યો
પાકિસ્તાને પોતાના નકશામાં સંપૂર્ણ જમ્મૂ-કાશ્મીરને ભારતનો ભાગ માન્યો છે. આ પ્રકારે કોરોના સંક્રમણની જાણકારી માટે બનાવવામાં આવેલી સરકારી વેબસાઇટ પર જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પાકિસ્તાન કાશ્મીર એટલે કે PoK ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે.
નવી દિલ્હી: પાકિસ્તાને પોતાના નકશામાં સંપૂર્ણ જમ્મૂ-કાશ્મીરને ભારતનો ભાગ માન્યો છે. આ પ્રકારે કોરોના સંક્રમણની જાણકારી માટે બનાવવામાં આવેલી સરકારી વેબસાઇટ પર જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, તેમાં પાકિસ્તાન કાશ્મીર એટલે કે PoK ભારતનો ભાગ બતાવવામાં આવ્યો છે, એટલે કે નકશામાં જે ભાગ પર પાકિસ્તાનાન કબજા પર રાખવામાં આવ્યો છે, તેને ભારતના નકશામાં બતાવવામાં આવ્યો છે. મીડિયામાં સમાચાર આવ્યા બાદ પાકિસ્તાને તેને બદલી દીધો છે પરંતુ હવે તેના સ્ક્રીનશોટ લઇ લેવામાં આવ્યા હતા.
આમ પણ ગત વર્ષ પાંચ ઓગસ્ટને જમ્મૂ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કર્યા બાદ પીઓકેને પણ ભારતમાં સામેલ કરવાની માંગ ઉઠી રહી છે. સરકારે પણ સ્પષ્ટરૂપથી કહ્યું કે તે પીઓકેને ભારતનો ભાગ ગણે છે અને સંપૂર્ણ જમ્મૂ-કાશ્મીરનો ભાગ છે. અહીં સુધી કે આઠ મેના રોજ સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે ડીડી ન્યૂઝ અને ઓલ ઇન્ડીયા રેડિયો (આકાશવાણી) પોતાના પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિનોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મીરપુર, મુજફ્ફરબાદ અને ગિલગિત્ના તાપમાન અને હવામાન રિપોર્ટ પ્રસારિત કરશે. આ જાહેરાત બાદ એક દિવસ પહેલાં ભારત હવામાન વિભાગે કહ્યું હતું કે આ શહેર ભારતનો ભાગ છે.
મંત્રાલયના સચિવ અમિત ખરેએ કહ્યું કે ''ડીડી ન્યૂઝ અને અને ઓલ ઇન્ડીયા રેડિયો (આકાશવાણી) પોતાના પ્રાઇમ ટાઇમ ન્યૂઝ બુલેટિનોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ના મીરપુર, મુજફ્ફરબાદ અને ગિલગિત્ના તાપમાન અને હવામાન રિપોર્ટ પ્રસારિત કરશે.
જા જાહેરાત એટલા માટે મહત્વ ધરાવે છે કારણ કે ભારતનું સતત માનવું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનો ભાગ છે. આઇએમડીના મહાનિર્દેશકે પણ થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે હવામાન વિભાગે ગત થોડા દિવસોથી પોતાના ક્ષેત્રીય બુલેટિનમાં આ જાણકારીનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube