Pakistan Hindu Doctor: હોળીના દિવસે સ્કિન સ્પેશિયાલિસ્ટ હિન્દુ ડોક્ટરનું ગળું કાપીને કરપીણ હત્યા, જાણો સમગ્ર ઘટના
Pakistan Hindu Doctor: પોલીસે હવે એક દિવસ બાદ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ડૉક્ટરના રસોઈયાએ પોલીસને જણાવ્યું કે રસ્તામાં ડૉક્ટર અને ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે ડ્રાઈવર ઘરે પહોંચ્યો ત્યારે તે રસોડામાં ગયો અને ડોક્ટરના ઘરની અંદર જ છરી કાઢી અને તેમનું ગળું કાપી નાખ્યું.
Pakistan Hindu Doctor/ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જાણીતા હિન્દુ ડોક્ટર ધરમ દેવ રાઠીની કથિત રીતે તેમના ડ્રાઈવર હનીફ લેઘારી દ્વારા ઘરની અંદર તેમનું ગળું કાપીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી છે. આ ઘટનાના એક દિવસ બાદ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. ડૉ.ધરમ દેવ પાકિસ્તાનના હૈદરાબાદ શહેરના રહેવાસી હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ડ્રાઈવરે ડોક્ટર ધરમ દેવના ઘરેથી ચાકુ કાઢીને તેમનું ગળું કાપીને તેમની નિર્મમ હત્યા કરી નાખી.
Gautam Adani: ગૌતમ અદાણીની જોરદાર વાપસી, અમીરોની યાદીમાં 12 સ્થાનનો કૂદકો
પોલીસે હવે એક દિવસ બાદ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ડૉક્ટરના રસોઈયાએ પોલીસને જણાવ્યું કે રસ્તામાં ડૉક્ટર અને ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે ડ્રાઈવર ઘરે પહોંચ્યો ત્યારે તે રસોડામાં ગયો અને ડોક્ટરના ઘરની અંદર જ છરી કાઢી અને તેમનું ગળું કાપી નાખ્યું. પછી ડ્રાઈવર ડોક્ટરની કારમાં ફરાર થઈ ગયો હતો. ધ નેશનના અહેવાલ મુજબ ડો.ધર્મદેવ હૈદરાબાદના એક પ્રતિષ્ઠિત ડોક્ટર હતા.
Jio: 90 દિવસ સુધી દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ! કિંમત માત્ર 30 રૂપિયા વધુ
દરમિયાન, પાકિસ્તાનના લઘુમતી બાબતોના પ્રાંતીય મંત્રી જ્ઞાનચંદ ઈસરાનીએ 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવા બદલ પોલીસની પ્રશંસા કરી છે. તેમણે મૃતક તબીબના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. દરમિયાન પાકિસ્તાનમાં સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની મહિલા પાંખના વડા ફરયાલ તાલપુરે આ હત્યાની નિંદા કરી છે.
Gadar 2: તારાસિંહ અને સકીના બનવા માટે સની-અમીષાએ લીધા આટલા કરોડ, જાણીને થશે આશ્ચર્ય
તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે. તેમણે ડોક્ટરના પરિવારને ન્યાયનો પૂરો વિશ્વાસ પણ અપાવ્યો છે. તેમણે કહ્યું કે આવી ઘટના ખૂબ જ દુઃખદ છે, તે પણ જ્યારે આપણે હોળીની ઉજવણી કરી રહ્યા છીએ.
15 માર્ચે શતભિષા નક્ષત્રમાં શનિનો થશે પ્રવેશ, આગામી 7 મહિના આ રાશિને મળશે લાભ જ લાભ
દયા ભીલની પણ કરવામાં આવી હતી ઘાતકી હત્યા
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં દયા ભીલ નામની હિન્દુ મહિલાની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ભારત સરકારે હિન્દુ સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવાની સલાહ આપી હતી.