વોશિંગટન: પાકિસ્તાન અને અમેરિકાની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધારવામાં મદદના ઇરાદાથી વોશિંગટન સ્થિત પાકિસ્તાનની એમ્બેસી લોબીંગ સેવા માટે અમેરિકાની એક મોટી કંપની સાથે કરાર કર્યો છે. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત અસદ મોહમ્મદ ખાને અમેરિકન કંપની હોલેન્ડ એન્ડ નાઇટની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કંપની બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવામાં પાકિસ્તાનની દૂતાવાસની મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે


પ્રતિનિધિ ટોમે કરી પાક. વિદેશ મંત્રી સાથે મુલાકાત
ધ ન્યૂઝની રિપોર્ટ અનુસાર, આ સ્થળ પર ન્યૂયોર્કથી રિપબ્લિકન પાર્ટીના નેતા, પૂર્વ કોંગ્રેસ સભ્ય અને હોલેન્ડ અને નાઇના પ્રતિનિધિ ટોમ રોનાલ્ડ્સ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીની સાથે બેઠક કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કંપની બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધારવામાં પાકિસ્તાનની દૂતાવાસની સંપૂર્ણ મદદ કરશે.


વધુમાં વાંચો:- ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે 2:43 કલાકે થશે લોન્ચ, તમામ તૈયારીઓ પૂર્ણ


પાકિસ્તાનની મદદ માટે આપી ખાતરી
રેનોલ્ડ્સે પણ ખાતરી આપતા કહ્યું કે, કંપની બંને દેશોની વચ્ચે પોતાના હિતો તેમજ પરસ્પર સન્માનના આધાર પર દ્વિપક્ષીય સંબંધ વધારવામાં પાકિસ્તાનની સંપૂર્ણ મદદ કરશે.
(ઇનપુટ: આઇએએનએસ)


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...