ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે 2:43 કલાકે થશે લોન્ચ, તમામ તૈયારીઓ પૂર્ણ

ઈસરોના અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું કે રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.

ચંદ્રયાન-2નું કાઉન્ટ ડાઉન શરૂ, બપોરે 2:43 કલાકે થશે લોન્ચ, તમામ તૈયારીઓ પૂર્ણ

ચેન્નાઈ: ઈસરોના અધ્યક્ષ કે સિવને રવિવારે જણાવ્યું કે રવિવારે સાંજે 6:43 કલાકથી ચંદ્રયાન-2ના લોન્ચિંગનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આ કાઉન્ટ ડાઉન દરમિયાન રોકેટ અને અંતરિક્ષ યાન પ્રણાલીની તપાસ થઈ રહી છે અને રોકેટના એન્જિનને શક્તિ આપવા માટે ઈંધણ ભરાઈ રહ્યું છે. નોંધનીય છે કે આ અગાઉ ચંદ્રયાન-2ને લઈને જીએસએલવી એમકે-3 રોકેટ 15 જુલાઈના રોજ વહેલી સવારે 2:51 કલાકે ઉડાણ ભરવાનું હતું. પરંતુ ટેક્નિકલ ખામીના કારણે રોકેટના લોન્ચિંગના બરાબર એક કલાક પહેલા જ ઉડાણ સ્થગિત કરવામાં આવી. 

ઈસરો સોમવારે ચંદ્રયાન-2 અંતરિક્ષ યાનને ચંદ્ર પર મોકલવા માટે સંપૂર્ણ રીતે તૈયાર  છે. ઈસરોના ચીફ કે સિવને રવિવારે આ અંગેની જાણકારી આપતા કહ્યું કે ચંદ્રયાન 2ના લોન્ચિંગને લઈને ઈસરો તરફથી સંપૂર્ણ  તૈયારીઓ  કરી લેવાઈ છે. પહેલાના લોન્ચિંગ વખતે જે ટેક્નિકલ ખામી સામે આવી હતી તેને દૂર કરી દેવાઈ છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ અગાઉ 15 જુલાઈના રોજ ચંદ્રયાન 2ના લોન્ચિંગ વખતે ટેક્નિકલ ખામી સર્જાતા લોન્ચિંગ ટાળવામાં આવ્યું હતું. લોન્ચિંગના બરાબર એક કલાક પહેલા જ લોન્ચિંગ ટળ્યું હતું. ઈસરોએ ટ્વીટ  કરીને કહ્યું હતું કે ટેક્નિકલ ખામીના કારમે 15 જુલાઈ 2019ના રોજ રોકાયેલું ચંદ્રયાન 2નું લોન્ચિંગ હવે ભારતીય સમય  મુજબ સોમવારે 22 જુલાઈ 2019ના રોજ બપોરે 2:43 કલાકે નક્કી કરાયું છે.

ઈસરોએ પોતાના જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક તૃતિય (જીએસએલવી-એમકે તૃતિય)માં આવેલી ટેક્નિકલ ખામી દૂર કર્યા બાદ લોન્ચિંગ માટે યોગ્ય સમય નક્કી કર્યો છે. આ અગાઉ 15 જુલાઈના રોજ આ જ જીએસએલવી એમ કે તૃતિય રોકેટમાં ટેક્નિકલ ખામી સામે આવ્યાં બાદ ચંદ્રયાન 2નું લોન્ચિંગ થઈ શક્યું નહતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news