ઇસ્લામાબાદઃ સરકારી ઇમારતોને જનતાના ઉપયોગ માટે ખોલવાના પોતાના ચૂંટણી વાદયા હેઠળ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે આલીશાન પીએમ હાઉસમાં એક રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનો પ્રારંભ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ પ્રધાન શફકત મહમૂદે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કહ્યું કે, ઇસ્લામાબાદ નેશનલ યુનિવર્સિટીની સ્થાપના પીએમ હાઉસમાં કરવામાં આવી અને વિશ્વવિદ્યાલયના અન્ય વિભાગો અને સંસ્થાઓ તેમાં સામેલ કરવામાં આવશે. 


ઇમરાને કહ્યું હતું પીએમ હાઉસમાં રહેશે નહીં
સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ પીએમ હાઉસમાં રહેશે નહીં અને પોતાના સૈન્ય સચિવના ત્રણ બેડરૂમના મકાનમાં રહેવા જતા રહ્યાં હતા. 


તેમણે કહ્યું હતું કે, રૂપિયાના સંકટનો સામનો કરી રહેલી સરકારના ફાગ્રતા અભિયાન હેઠળ ગવર્નર પણ ગવર્નર હાઉસમાં રહેશે નહીં. 


એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે, સમારોહને સંબોધિત કરતા ખાને કહ્યું કે, પીએમ હાઉસમાં વિશ્વવિદ્યાલયની સ્થાપનાનો ઈદારો તે સંદેશ આપવાનો છે કે, રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનનો વિકાસ અને પ્રગતિ કરવા માટે શિક્ષા અને માનવ સંસાધન પર ધ્યાન આપવાની જરૂર છે.