Imran Khan Latest News: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) પાર્ટીના ચીફ ઈમરાન ખાનને લાહોર હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પોલીસ એક્શન પર આવતી કાલ એટલે કે શુક્રવાર સુધી રોક લગાવી છે. લાહોર હાઈકોર્ટે પોલીસ કાર્યવાહી પર રોક લગાવવાની મર્યાદાને વધારી છે. આ અગાઉ સુનાવણી દરમિયાન કોર્ટે ઈમરાન ખાનને ઓફર આપી કે તેઓ જો સરન્ડર કરશે તો તેમની ધરપકડ પર રોક લાગી શકે છે. તોશાખાના કેસમાં 18 માર્ચના રોજ ઈમરાન ખાનની પેશી થવાની છે જેના માટે બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કરાયું હતું. જો કે કોર્ટે ઈમરાન ને ફટકાર પણ લગાવી અને પૂછ્યું કે આખરે આટલો તમાશો કરવાની શું જરૂર હતી?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનની ધરપકડ પર બબાલ
લાહોરમાં ઈમરાન ખાનની ધરપકડ પર ત્રણ દિવસથી ચાલી રહેલા હંગામાનો ક્લાઈમેક્સ આવતી કાલે જોવા મળી શકે છે. આખરે ઈમરાન ખાનની ધરપકડ થશે? ઈમરાન ખાનની ધરપકડ પર પાકિસ્તાનમાં જે હાલત છે તેને જાણે તેમના ઘરની બહાર જંગનું મેદાન બનાવી દીધુ  છે. માત્ર લાકડીઓ ઉછળી એટલું જ નહીં પરંતુ પથ્થરબાજી પણ થઈ. પેટ્રોલબંબ ફેંકાયા. સ્ટ્રીટ લાઈટો તોડવામાં આવી અને રસ્તા પર આઝાદી આઝાદીના નારા પણ લાગ્યા. ઈમરાન ખાન જ્યાં એકબાજુ વારંવાર કહેતા રહ્યા કે તેઓ જેલ જવા માટે તૈયાર છે ત્યાં બીજી બાજુ વારંવાર કાર્યકરોને ઉક્સાવતા પણ જોવા મળ્યા. 


આ ગામડું રહેવા માટે આપે છે 50 લાખની ઓફર, શું તમે જવા ઈચ્છો છો?


ચીને વિચાર્યું પણ નહીં હોય એવો ઝટકો આપ્યો અમેરિકાએ, ભારતને આ મુદ્દે આપ્યું સમર્થન


હાય લા...દીકરીના બોયફ્રેન્ડ સાથે એક કે બેવાર નહીં પણ માતાએ 300વાર માણ્યું સેક્સ


શું છે ઈમરાન ખાનનો હેતુ?
ઈમરાન ખાન જ્યાં દાવો કરી રહ્યા હતા કે તેમના કાર્યકરો પર વારંવાર ગોળીઓ ચાલી રહી છે. તેમના ઘર પર શેલિંગ થઈ રહ્યું છે. એટલે સુધી કે તેઓ દુનિયા સામે ગોળા લઈને પણ બેસી ગયા. ઈમરાન ખાન જ્યાં એકબાજુ કહી રહ્યા છે કે તેઓ જેલમાં જવા માટે તૈયાર છે ત્યાં તેમની પાર્ટીના નેતા એક એક કરીને સમગ્ર પાકિસ્તાનથી પીટીઆઈના કાર્યકરોને લાહોર બોલાવી રહ્યા છે. તેમનો હેતુ ઈમરાન ખાનની ધરપકડ રોકવાનો છે. 


ઈમરાનનો અસલ 'ખેલ'
નોંધનીય છે કે ઈમરાન ખાનની ધરપકડ પર આ હાલાત મંગળવારથી હતા. જ્યારે તોશાખાના કેસમાં ઈમરાન ખાનને ધરપકડ કરવાની વાત સામે આવી ત્યારથી ઈસ્લામાબાદ પોલીસ સામે ઈમરાન ખાનના સેંકડો સમર્થકો ઢાલ બનીને ઊભા રહ્યા અને કોઈ સેનાની જેમ યુદ્ધ લડતા રહ્યા. ઈમરાન ખાનના સમર્થક સતત પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સ સામે મુકાબલો કરતા રહ્યા. ઈમરાન ખાન સમર્થકોએ પોલીસવાળાઓ અને પાકિસ્તાની રેન્જર્સ પર પથ્થરો વરસાવ્યા. પેટ્રોલ બોંબ ફેંકાયા એવા પણ અહેવાલો સામે આવ્યા. આ ઉપરાંત શાહબાજ સરકાર તરફથી કહેવાયું કે ઈમરાન ખાન બુજદિલ છે જે ધરપકડથી ડરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube