પાકિસ્તાન જ છે આતંકવાદનું કેન્દ્ર, UNના રિપોર્ટમાં ઇમરાન ખાનનો સ્વિકાર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં હજારો આતંકવાદી મોકલવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને સાર્વજનિક રૂપથી આ સ્વિકાર કર્યો છે.
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં હજારો આતંકવાદી મોકલવાને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને સાર્વજનિક રૂપથી આ સ્વિકાર કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સક્રિય વિદેશી આતંકવાદીઓ 6,500 પાકિસ્તાની નાગરિક છે. જૈશ-એ-મોહમંદ અને લશ્કર-એ-તૈયબા વિદેશી લડાકુને અફઘાનિસ્તાન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા છે.
સૂત્રોએ કહ્યું કે દુનિયાભરના દેશ હવે એ જાણી ચૂક્યા છે કે પાકિસ્તાન જ આતંકવાદનું કેન્દ્ર છે. એક સૂત્રએ કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને યાદ હશે કે તેમના વડાપ્રધાન ગત વર્ષે સ્વિકારે કર્યો હતો કે પાકિસ્તાન હજુપણ 30,000 થી 40,000 આતંકવાદીઓની મેજબાની કરે છે. રિપોર્ટમાં સામે આવ્યા બાદ ભારતે કહ્યું કે લાંબા સમયથી ભારતનું પાકિસ્તાનના વિશે આ વલણ રહ્યું છે કે આ રિપોર્ટમાં નોંધવામાં આવેલા પુરાવાથી પ્રમાણિત થાય છે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube