UNએ `સોટી મારતા` આખરે મસૂદ પર કાર્યવાહી કરવા મજબુર થયું પાકિસ્તાન
પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદ તેની સંપત્તિઓ સીલ કરવાની અને તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે. પાકિસ્તાનમાં રહેતા અઝહરને હથિયારો ખરીદી-વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરાયા બાદ તેની સંપત્તિઓ સીલ કરવાની અને તેની મુસાફરી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ બહાર પાડ્યો છે. પાકિસ્તાનમાં રહેતા અઝહરને હથિયારો ખરીદી-વેચાણ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે.
ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા પર સંયુક્ત રાષ્ટ્રની પ્રતિંબધ સમિતિએ બુધવારે અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. જૈશે ફેબ્રુઆરીમાં જમ્મુ અને કાશ્મીરના પુલવામાના સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી.
જુઓ LIVE TV