આ માટે પાકિસ્તાન UN ની આતંકવાદીઓની યાદીમાં હિંદુનું નામ ઉમેરવા માંગતું હતું?
પાકિસ્તાને ગત થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં કી આતંકી લિસ્ટમાં બે ભારતીયોના નામ ઉમેરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ બંને નામ હિંદુ હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના પાંચ સ્થાયી સભ્યોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
નવી દિલ્હી: પાકિસ્તાને ગત થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં કી આતંકી લિસ્ટમાં બે ભારતીયોના નામ ઉમેરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ બંને નામ હિંદુ હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યૂએનએસસી)ના પાંચ સ્થાયી સભ્યોએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. હવે સવાલ એ છે કે આખરે પાકિસ્તાન આ લોકોના નામ આતંકવાદી લિસ્ટમાં કેમ નાખવા માંગતા હતા?
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એક સૂત્રએ કહ્યું કે 'તેમનો મુખ્ય હેતુ ઓછામાં ઓછા એક હિંદુનું નામ જોડવાનો હતો જેથી હિંદુ આતંકવાદના પ્રોપેંગેંડાને ચલાવી શકે.'
પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ
પાકિસ્તાનએ સંતુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિને આતંકવાદી જાહેર કરવા માટે અંગરા અપ્પાજી અને ગોબિંદ પટનાયકના નામ મોકલ્યા હતા. જોકે પરિષદમાં અપ્પાજી અને પટનાયકને આતંકવાદી જાહેર કરવાનો પાકિસ્તાનનો પ્રયત્ન અમેરિકા, બ્રિટન, જર્મની અને બેલ્ઝિયમએ બુધવારે નિષ્ફળ કરી દીધો. સૂત્રોના અનુસાર આ બે વ્યક્તિઓના નામ આતંકવાદીઓની યાદીમાં જોડવાની પોતાની માંગના સમર્થનમાં પાકિસ્તાને કોઇ પુરાવા મોકલ્યા ન હતા.
આ પહેલાં જૂન/જુલાઇમાં અજય મિસ્ત્રી અને વેણુમાધવ ડોંગરાના નામ યાદીમાં સામેલ કરીને પાકિસ્તાનના પ્રયાસ પણ પરિષદમાં નિષ્ફળ રહ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube