હાફિઝ સઈદને ઝટકો, જમાત-ઉદ-દાવાના પ્રવક્તાને 32 વર્ષની સજા
અદાલતના એક અધિકારીએ કહ્યું, એટીસીના ન્યાયાધીશ એજાઝ અહમદ બુતારે જેડીયૂના પ્રવક્તા યાહયા મુજાહિદને બે મામલામાં 32 વર્ષની સજા ફટકારી છે.
લાહોરઃ પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે જમાત-ઉદ-દાવા (JDU)ના પ્રવક્તાને આતંકવાદને નાણાકીય મદદના મામલામાં 32 વર્ષની સજા ફટકારી છે. જમાત-ઉદ-દાવા મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનું આતંકવાદી સંગઠન છે. આતંકવાદ વિરોધી અદાલત (એટીસી)એ બુધવારે અહીં સઈદના બનેવી સહિત જેડીયૂના ત્રણ સભ્યોને આતંકવાદને નાણાકીય મદદના મામલામાં દોષી ઠેરવ્યા છે.
અદાલતના એક અધિકારીએ કહ્યું, એટીસીના ન્યાયાધીશ એજાઝ અહમદ બુતારે જેડીયૂના પ્રવક્તા યાહયા મુજાહિદને બે મામલામાં 32 વર્ષની સજા ફટકારી છે. તો પ્રોફેસર જફર ઇકબાલ અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહમાન મક્કી (સઈદના બનેવી)ને બે મામલામાં ક્રમશઃ 16 અને એક વર્ષની કેદની સજા સંભળાવી છે.
કોરોના સામે લડત: WHO પ્રમુખે PM મોદીના પ્રયત્નોને બિરદાવ્યા, કહ્યું- 'નમસ્તે...'
તેમણે જણાવ્યું કે, સંગઠનના બે અન્ય સભ્ય અબ્દુલ સલામ બિન મુહમ્મદ અને લુકનામ શાહને આતંકવાદને ધિરાણ સંબંધી અન્ય મામલામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે ફરિયાદી પક્ષને 16 નવેમ્બરે પોતાના પૂરાવા રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુનાવણીના સમયે શંકાસ્પદ કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં હાજર હતા અને આ દરમિયાન મીડિયાને કોર્ટ પરિસરમાં આવવાની મંજૂરી નહતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube